For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 24 કલાકમાં ગુજરાત પહોંચશે વાવાઝોડુ ‘મહા', 12 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના અનુમાન મુજબ વાવાઝોડુ ‘મહા' સતત 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના અનુમાન મુજબ વાવાઝોડુ 'મહા' સતત 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યુ છે. અત્યારે તે ગુજરાતના પોરબંદરથી 480 કિલોમીટર દૂર છે. વિભાગના જણાવ્યા મુજબ 'મહા' વાવાઝોડુ કાલે દીવના તટ પર ટકરાવાની સંભાવના છે અને એટલા માટે તેણે ગુજરાતના 12 જિલ્લામાં ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે. વિભાગે કહ્યુ કે 'મહા' વાવાઝોડાના કારણે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની સંભાવના છે.

આગામી 24 કલાકમાં ગુજરાત પહોંચશે ‘મહા' વાવાઝોડુ

આગામી 24 કલાકમાં ગુજરાત પહોંચશે ‘મહા' વાવાઝોડુ

પ્રશાસને તમામ સુરક્ષા વ્યવસ્થા કરી દીધી છે. આ વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણમાં પણ દેખાશે એટલા માટે અહીં પણ આજે અને કાલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને સમુદ્રમાં માછલી પકડવા માટે નહિ જવાની સલાહ આપવામાં આવી છે.

પોરબંદર અને દીવ વચ્ચે લેન્ડફોલ કરી શકે છે વાવાઝોડુ ‘મહા'

પોરબંદર અને દીવ વચ્ચે લેન્ડફોલ કરી શકે છે વાવાઝોડુ ‘મહા'

જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ અરબ સાગર પર બનેલ ‘મહા' વાવાઝોડુ આગામી 24 કલાક સુધી પ્રભાવી રહેશે. ‘મહા' વાવાઝોડુ 7 નવેમ્બરની બપોર આસપાસ પોરબંદર અને દીવ વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. હાલમાં આ વાવાઝોડુ વેરાવળથી 660 કિલોમીટર દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમાં જ્યારે પોરબંદરથી 640 કિલોમીટર પશ્ચિમ તેમજ દક્ષિણ પશ્ચિમમાં દેખાઈ રહ્યુ છે. એટલા માટે સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન અંદમાન તેમજ નિકોબાર, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોઃ દિલ્લી પોલિસના સમર્થનમાં આવ્યા કિરણ બેદી, જણાવ્યુ 31 વર્ષ પહેલા કેમ થયો હતો વકીલો પર લાઠીચાર્જઆ પણ વાંચોઃ દિલ્લી પોલિસના સમર્થનમાં આવ્યા કિરણ બેદી, જણાવ્યુ 31 વર્ષ પહેલા કેમ થયો હતો વકીલો પર લાઠીચાર્જ

અહીં થશે ભારે વરસાદ

અહીં થશે ભારે વરસાદ

ગુજરાતના સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, પોરબંદર, ભાવનગર, વડોદરામાં 7 નવેમ્બરના રોજ ભારે વરસાદની સંભાવના છે.

English summary
Cyclone Maha is expected to make landfall in India early Thursday and bring heavy rainfall to several areas of Gujarat and some areas of Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X