Video: જાણો કોની પર વડોદરામાં ભાજપના નેતાઓએ નાણાંની વર્ષા કરી!
એક બાજુ જ્યાં કાળા નાણાંને પાછા લાવવા પર વિવાદ મડંરાઇ રહ્યો છે ત્યાં જ વડોદરાના ભાજપના નેતાઓ ડોલ ભરી ભરેને નાણાંનો વરસાદ કરી રહ્યા છે. ભાજપનું ગઢ માનતા વડોદરામાં એક સ્થાનિક કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યક્રર્તાઓએ એક ગાયક પર નાણાંની લાણી કરી.

વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન આયોજીત સંગીત કાર્યક્રમમાં ગાયક પર 10, 50 અને 100 રૂપિયાની નોટોની વર્ષા કરતો વીડિયો જ્યારે સોશ્યલ મીડિયામાં આવ્યો ત્યારે આ વીડિયોએ ભારે વિવાદ ઊભો કર્યો હતો. જેમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ સતીશ પટેલ મંચ પર હાજર ગાયક કીર્તિદન ગડવીની પાછળ ઊભા રહીને ડોલથી નોટોની વર્ષા કરી રહ્યા છે.
જો કે વીડિયોના વાયરલ થયા બાદ કેટલાક બીજેપી નેતાઓએ સફાઇમાં કહ્યું કે ગડવી પ્રસિદ્ધ ગાયક છે. અને આ કાર્યક્રમમાં જે નોટોને પણ આ રીતે ઉડાવામાં આવે છે તેને ભેગી કરી તેનો ઉપયોગ ગૌરક્ષા માટે કરવામાં આવે છે. નોંધનીય છે કે પટેલના આ કાર્યક્રમ દરમિયાન 40 હજાર રૂપિયા એકત્ર થયા હતા. ત્યારે ગાયક પર નોટાના વરસાદ કરતા આ ભાજપના નેતાનો આ વીડિયો જુઓ અહીં.
Vadodara district's BJP President showers money during Ganesh Utsav (21.9.15) pic.twitter.com/BnBNTVTQip
— ANI (@ANI_news) October 2, 2015 











Click it and Unblock the Notifications
