For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ પરથી જળશંકટ ટળ્યુ, 24 કલાકમાં જ ન્યારી-1 સહિતના ડેમ ભરાયા!

શરૂઆતના મહિનાઓમાં વરસાદ ખેંચાતા રાજકોટ શહેર ઉપટ જળસંકટ ઘેરાયું હતુ. પરંતુ છેલ્લા 24 કલાકમાં વરસાદની તોફાની બેટીંગે રાજકોટવાસીઓને પાણીની પળોજણમાંથી બચાવી લીધા છે.

|
Google Oneindia Gujarati News

શરૂઆતના મહિનાઓમાં વરસાદ ખેંચાતા રાજકોટ શહેર ઉપટ જળસંકટ ઘેરાયું હતુ. પરંતુ છેલ્લા 24 કલાકમાં વરસાદની તોફાની બેટીંગે રાજકોટવાસીઓને પાણીની પળોજણમાંથી બચાવી લીધા છે. રાજકોટને પાણી પુરા પાડતા મોટાભાગના ડેમ ઓવરફ્લો થવા આસપાસ છે. આ તમામ ડેમમાં પાણીની આવક થતા હવે આવતા ઉનાળા માટે રાજકોટને કોઈપણ પ્રકારની પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

રાજકોટ આસપાસના ડેમની સ્થિતી

રાજકોટ આસપાસના ડેમની સ્થિતી

રાજકોટ આસપાસના ડેમની વાત કરીએ તો, રાજકોટની જીવાદોરી ગણાતા ન્યારી-1 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ ઉપરાં આજી અને ભાદર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલ આજી ડેમની સપાટી છેલ્લા 24 કલાકમાં 6 ફુટના વધારા 24 ફુટ ઉપર છે અને ભાદર ડેમનું વોટર લેવલ 26 ફુટ છે. આજી ડેમ 29 ફુટે ઓવર ફ્લો થાય છે. બીજી તરફ સારો વરસાદ થતા સૌની યોજનાનું પાણી પણ હવે આ ડેમમાં ઠાલવવાનું બંધ કરવામાં આવ્યું છે.

ન્યારી-1 ડેમના 7 દરવાજા 4 ફુટ ખોલાયા

ન્યારી-1 ડેમના 7 દરવાજા 4 ફુટ ખોલાયા

24 કલાકથી ભારે વરસાદના કારણે ન્યારી-1 ડેમ ઓવરફ્લો થઈ જતા દરવાજા ખોલવાની ફરજ પડી છે. સતત વરસાદના કારણે પાણીની આવક ચાલુ છે ત્યારે ન્યારી-1 ડેમના 7 દરવાજા 4 ફુટ ખોલવામાં હતા. હાલ ડેમમાં 1248 એમસીએફટી પાણી છે.

આજી-1 ડેમની સપાટીમાં 6 ફુટનો વધારો

આજી-1 ડેમની સપાટીમાં 6 ફુટનો વધારો

હજુ ગઈકાલ સુધી આજી-1 ડેમની સપાટી 18.60 ફુટ હતી. પરંતુ 29 ફુટ ઓવરફ્લો સપાટી અને 917 એમસીએફટી જળ ક્ષમતા ધરાવતા આ ડેમમાં 6 ફુટ નવા પાણીની આવક થતા સપાટી 24 ફુટે પહોંચી છે. હાલ ડેમમાં 560 એમસીએફટી પાણીનો જથ્થો છે.

ભાદર-1 ડેમ 629 એમસીએફટી પાણીની આવક

ભાદર-1 ડેમ 629 એમસીએફટી પાણીની આવક

રાજકોટ શહેર અને જિલ્લાને પાણી પુરૂ પાડતા ભાદર-1 ડેમની કુલ સપાટી 34 ફુટ છે. હાલ નવા પાલીની આવક સાથે ભાદર-1 ડેમની સપાટી પણ 26 ફુટ થઈ ગઈ છે. 629 એમસીએફટી નવા પાણીની આવક સાથે ડેમની સપાટીમાં 2 ફુટનો વધારો થયો છે. ભાદર-1 ડેમમાં 24 ફુટની સપાટી પરનું પાણી સિંચાઇ માટે અપાય છે.

English summary
Water crisis averted from Rajkot, dams including Nyari-1 filled in 24 hours!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X