Gujarat Rain: કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું, નદી કાંઠાના ગામડાઓમાં એલર્ટ જાહેર
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદ થવાથી નદી નાળા છલકાયા છે. આ ઉપરાંત ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવવાથી પુરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં કેટલાક ડેમ ઓવરફ્લો થયાં છે. ત્યારે પંચમહાલમાં કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા મહિસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. ડેસર તાલુકાના નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે.

મહિસાગર નદીમાં 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણી છોડવામાં આવતા ડેસર તાલુકાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વરસડા, વાઘપુરા, જાંબુગોરલ, ઇટવાડ, મહીસાગર, ઠાસરા, સેવાલિયા, અંઘાડી, સાવલી, ચાવડાના મુવાડા, નાની વર્ણોલી ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 207 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આજે 4 વાગ્યા સુધીમાં 207 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. બીજી તરફ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. આજે સૌથી વધુ 2.6 ઈંચ વરસાદ બનાસકાંઠાના દાંતામાં ખાબક્યો છે. આ ઉપરાંત ઈડરમાં 2.4 અને ઉમરપાડામાં 2.32 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 6 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ અને 32 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.
આવતીકાલની વરસાદની આગાહી (25 ઓગસ્ટ)
ઓરેન્જ એલર્ટ: આવતીકાલે બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને મોરબીમાં અતિભારે વરસાદને લઈને 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.
યલો એલર્ટ: અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, કચ્છ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં દરિયાકાંઠે પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને, તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
