રૂપિયા 52 કરોડની જળ યોજનાઓને મળી મંજૂરી
રાજ્ય સરકારે શનિવારના રોજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય પાંચ નગરપાલિકાઓમાં રૂપિયા 52.75 કરોડના પાણી પુરવઠાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગાંધીનગર : રાજ્ય સરકારે શનિવારના રોજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય પાંચ નગરપાલિકાઓમાં રૂપિયા 52.75 કરોડના પાણી પુરવઠાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રકમ મંજૂર કરવામાં આવી છે.

જેએમસી અને ખંભાળિયા, ધોરાજી, ઝાલોદ, ચલાલા અને માણસાની નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓના આધારે, શહેરી વિકાસ વિભાગે શનિવારના રોજ મુખ્યમંત્રીને દરખાસ્તો મોકલી હતી. જેમણે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, એમ સીએમઓના નિવેદનમાં જણાવાયું છે. આગામી ત્રણ દાયકાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, એમ નિવેદનમાં ઉમેર્યું હતું.
જે મુજબ જૂનાગઢ શહેર માટે રૂપિયા 20.85 કરોડ, ખંભાળિયા નગરપાલિકા માટે રૂપિયા 7.22 કરોડ, ધોરાજી નગરપાલિકા માટે રૂપિયા 2.8 કરોડ, ઝાલોદ નગરપાલિકા માટે રૂપિયા 14.16 કરોડ, ચલાલા નગરપાલિકા માટે રૂપિયા 3.4 કરોડ અને માણસા નગરપાલિકા માટે રૂપિયા 4.32 કરોડની મંજૂરી મંજૂર કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
