For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રડોસણ ગામે પાણીનો કકળાટ, કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત થયા

ગુજરાતની સરહદે આવેલ સૂઈ ગામ તાલુકાના રડોસણ ગામે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની સરહદે આવેલ સૂઈ ગામ તાલુકાના રડોસણ ગામે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. મહત્વનુ છે કે ઉનાળાની શરૂઆત થતા જ મહિલાઓને પાણી માટે દર દર ભટકવાનો વારો આવતો હોય છે. ત્યારે ખુલ્લા સંપમાંથી પાણી ભરવા માટે રડોસણ ગામના લોકો મજબૂર થયા છે. ગામમાં દેખાવ માટે મૂકેલા નળ શોભાના ગાંઠિયા સમાન સાબિત થવા લાગ્યા છે. પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત એકબીજાને ખો આપીને છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

water

Recommended Video

રડોશન ગામે પાણીનો કકળાટ, કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત થયા

સરહદના છેલ્લા ગામ લોકો માટે પાણી ભગવાન ભરોસે છે. ઘર ઘર પાણીની વાત કરતી કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત થયા છે. ખુલ્લા સંપમાં ઝેરી જાનવર પડે તો ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે. સરહદી વિસ્તારમાં પીવાનુ પાણી આપવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયુ છે. ગ્રામજનોએ પોતાના વ્યથા સંભળાવતા કહ્યુ કે અમારા ગામમાં 10 દિવસનુ પીવાનુ પાણી આવતુ નથી. અધિકારીઓ કોઈ વાત સાંભળતા નથી અને બહેનો પાણી ભરવા આવી પછી સાત કલાકથી બેઠી છે છતાં અત્યારે પાણી નથી. કોરોના મહામારીમાં આપવામાં આવેલ નિર્દેશોનુ પાલન અમે કેવી રીતે કરીએ.

દાહોદમાં લૉકડાઉનમાં ઝડપાયુ જુગારધામ, 7 ઈસમોની ધરપકડદાહોદમાં લૉકડાઉનમાં ઝડપાયુ જુગારધામ, 7 ઈસમોની ધરપકડ

English summary
Water shortage in Radoshan village, the claims of Governments proved to be hollow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X