For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે ખાલી પેપર નથી વેંચતા, કરીને બતાવીએ છીએઃ મોદી

|
Google Oneindia Gujarati News

narendra modi
ગાંધીનગર, 15 ઑક્ટોબરઃ 14મી તારીખે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના સુઇગામ, સરસ્વતી અને શંખેશ્વરને નવા તાલુકા તરીકે જાહેર કર્યાં હતા. આ સાથે જ તેમણે કોંગ્રેસ પર વાક પ્રહાર કરતા કહ્યું હતું કે, અમે એ લોકો નથી કે જે માત્ર પેપર જ વહેંચીએ છીએ, પરંતુ અમે એ લોકો છીએ જે કહેલું કામ કરીને બતાવીએ છીએ. આ તકે તેમણે સુઝલામ સુફલામ યોજનાનું ઉદાહરણ તાક્યું હતું.

ઉપસ્થિત લોકમેદનીને સંબોધિત કરતીવેળા મોદીએ કહ્યું, "અમે માત્ર પેપર વહેંચવામાં માનતા નથી. અમે પહેલા સરકારમાં પપેર પર નિર્ણય લઇએ છીએ અને પછી તેને તમારી સમક્ષ જાહેર કરીએ છીએ. આ નવા તાલુકા આવતા વર્ષની 26 જાન્યુઆરીથી અમલી બનશે."

આ તકે મોદીએ યાદ અપાવ્યું હતું કે, તેમણે સુઝલામ સુફલામ યોજનાનું વચન આપ્યું હતું અને તેને પાળ્યું પણ હતું. " મે વર્ષ 2007માં સુઝલામ સુફલામ યોજનાનું વચન આપ્યું હતું, ત્યારે એવો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો હતો કે આ યોજના માટે કેનલોના નિર્માણમાં મોદી પૈસા ક્યાંથી લાવશે, પરંતુ આજે સુઝલામ સુફલામ એક સ્વપ્ન નહીં પણ હકીકત છે. પાણીનો ફ્લો વધ્યો છે, ભુજળ ઉંચા આવ્યા છે અને તેની આસપાસની જમીનના ભાવ પણ વધ્યા છે," મોદીએ કહ્યું હતું.

કોંગ્રેસના 40 વર્ષના શાસનકાળમાં જે કામો થયા તે ભાજપના શાસનકાળના ચાર વર્ષમાં થઇ ગયા છે, તેમ મોદીએ ઉમેર્યું હતું. તેમણે નવા તાલુકા અંગે કહ્યું હતું કે એક તાલુકો બનાવવાથી માત્ર એક જ તાલુકાને ફાયદો નહીં થાય પરંતુ તેનાથી અન્ય તાલુકાઓના વહીવટ કાર્યમાં પણ ફાયદો થશે. કામના ભારણમાં ઘટાડો થશે.

પાટણમાં વિવેકાનંદ યુવા પરિષદ દરમિયાન મોદી દ્વારા સુઇગામ, સરસ્વતી અને શંખેશ્વર તાલુકાની રચના અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પાટણ તાલુકામાંથી સરસ્વતી, સામીમાંથી શંખેશ્વર અને વાવ તાલુકામાંથી સુઇગામને તાલુકો બનાવવામાં આવશે.

English summary
Modi said that We are not like those who distribute just papers. We first take decision on paper in the govt, then come to you to declare it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X