અમદાવાદમાં વાતાવરણમાં એકાએક પલટો, છવાયા વાદળો

Subscribe to Oneindia News

અમદાવાદના હવામાનમાં ગત રાત્રિથી એકાએક પલટો નોંધાયો છે અને આજે સવારથી શહેરમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે, તેમજ અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડીનો ચમકારો પણ વધ્યો હતો. અમદાવાદની આસપાસ, ધોળકા, બાવળા, ભાત બદરખામાં વધારે પ્રમાણમાં વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોએ માવઠું થવાની ભિતી પણ સેવી હતી.

rainy cloud

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગે આ અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ સુધી શહેરમાં વાદળછાયો માહોલ જોવા મળશે, તેમજ શહેરનું મહત્તમ તાપમાન 28 થી 31 ડિગ્રી સુધીનું તેમજ લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી રહી શકે છે. તો રાજકોટ,સુરત, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અને આસપાસના વિસ્તારોમાં 6 ડિસેમ્બર બાદ વાતાવરણ એકમદમ વાદળછાયુ થતા ઠંડીમાં વધારો થશે.

English summary
Weather change Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.