Weather forecast gujarat : ઉનાળા માટે તૈયાર થઈ જાવ, જાણો આવતા અઠવાડિયામાં કેવુ રહેશે વાતાવરણ?
Weather forecast gujarat : ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે. રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર જઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં જ ગુજરાતના ઘણા શહેરોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.5 ડીગ્રી રહ્યું, જે સામાન્ય કરતાં 3.5 ડીગ્રી વધુ છે, જ્યારે ભુજમાં 18.0 ડીગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં લગભગ 5 ડીગ્રી વધુ છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વડોદરામાં લઘુત્તમ તાપમાન 16.4 ડીગ્રી રહ્યું, જે સામાન્ય કરતાં 1.8 ડીગ્રી વધુ છે, જ્યારે રાજકોટમાં 17.7 ડીગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 3.2 ડીગ્રી વધુ છે. સુરતમાં તાપમાન 16.8 ડીગ્રી રહ્યું, જે સામાન્ય કરતાં માત્ર 0.1 ડીગ્રી વધુ છે.
આ સિવાય નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન 14.4 ડીગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 2.9 ડીગ્રી વધુ છે, જ્યારે ઓખામાં રાત્રિનું તાપમાન 21.2 ડીગ્રી રહ્યું, જે સામાન્ય કરતાં 1.6 ડીગ્રી વધુ છે.
આ તાપમાનમાં થયેલા વધારાને કારણે રાજ્યના નાગરિકો દિવસે હળવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
