Weather Gujarat: ગુજરાતમાં ઘણા તાલુકાઓમાં મેઘમહેર, આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Weather Gujarat: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 94 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આઈએમડી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ચોમાસુ બેસી ગયુ છે. વળી, બે દિવસ બાદ ચોમાસાનુ જોર વધી શકે છે. ચોમાસાનુ આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

rain

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

વળી, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છના અમુક સ્થળોએ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રવિવારે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ ભાવનગરના ઘોઘા તાલુકામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વળી, અમરેલીમાં 2 ઈંચ, બરવાળા અને ભાવનગરમાં પોણા બે ઈંચ, માંગરોળ, વાગરા, ભરુચમાં દોઢ ઈંચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. વળી, પડઘરી, કોટડા સાંગાણી અને કુતિયાણામાં એક-એક ઈંચ તેમજ જામનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજકોટ શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. ઉપલેટા, ખાખી જાળિયા, વાડલા અને સેવંત્રામાં વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના મોટા મહિકા ગામમાં વીજળી પડવાથી સંજય પરમાર નામના 32 વર્ષીય ખેત મજૂરનુ મોત નીપજ્યુ હતુ. રાજકોટમાં વરસાદના કારણે રસ્તા પર ભુવો પડી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં આગામી બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. વળી, 28 અને 30 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X