For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રોજેરોજ વધી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. 15 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તાપમાનની વાત કરીએ તો બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

heat

રાજયના અલગ-અલગ શહેરોમાં બુધવારના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 4.14, ડીસામાં 39, વલ્લભ વિદ્યાનગરમાં 38.5, વડોદરામાં 40.8, સુરતમાં 39, વલસાડમાં 35.5, ભૂજમાં 41.1, નલિયામાં 37.4, અમરેલીમાં 42.4, ભાવનગરમાં 39.5, રાજકોટમાં 41.9, વેરાવળમાં 32.6, દ્વારકામાં 31.4, સુરેન્દ્રનગરમાં 42.5 અને કેશોદમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. વળી, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 18મી એપ્રિલ પછી ગરમીમાં ફરીથી વધારો થાય એવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા મહત્તમ તાપમાન ગગડતા લોકોને થોડી રાહત મળી હતી પરંતુ છેલ્લા બે દિવસથી અચાનક દિવસ અને રાત્રિના તાપમાનમાં વધઘટ થવાથી તેની અસર દિવસ દરમિયાન અનુભવાઈ હતી. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે અને ગરમી વધુ ભીષણ બનશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

English summary
Weather: Heat Wave forecast for Gujarat, orange alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X