Gujarat Weather: ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, વરસાદનું જોર વધશે

Gujarat Weather News: વરસાદને લઈ હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે જેમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આવતીકાલે ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

gujarat rain

આજે કયાં વરસાદની આગાહી કરાઈ છે જાણો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા અપાય સૂચના

હવામાન વિભાગે કહ્યું છે કે, માછીમારોએ આજથી પાંચ દિવસ દરિયો ના ખેડવો જોઈએ અને દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદી ટ્રફ પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, ઉત્તર અને મ.ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે.

રાજ્યમાં 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે. 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને 5 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. આજે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં આજે 11 જુલાઈએ નવસારી, દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X