Weather Update : ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, અત્યાર સુધીમાં કુલ 18 લોકોના મોત

દેશના ઘણા રાજ્યોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હોબાળો મચી ગયો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે નદીઓ ઉભરાઈ રહી છે.

Weather Update : દેશના ઘણા રાજ્યોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હોબાળો મચી ગયો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે નદીઓ ઉભરાઈ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં અત્યાર સુધીમાં 61 લોકોના મોત થયા છે.

આવા સમયે, મહારાષ્ટ્રમાં પણ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વરસાદને કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. જે દરમિયાન, રાજધાની દિલ્હીમાં આજે સવારથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. અહીં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. 10 કલાકની આસપાસ જોરદાર વરસાદ શરૂ થયો હતો. આવા સમયે, ઉત્તરાખંડ, પંજાબ અને રાજસ્થાનમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ યથાવત છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા એક દિવસમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તેમને આશ્રયસ્થાનોમાં રહેવું પડ્યું હતું. મંગળવારની સવારે મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક સ્થળોએ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.

IMDએ મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

IMDએ મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે મુંબઈમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જે દરમિયાન મંગળવારની સવારથી અહીંના અનેકવિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. જોકે, હજૂ સુધી અહીં પાણી ભરાયાના અહેવાલ નથી.

હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું કે, આગામી 24કલાકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. મુંબઈમાં 14 જુલાઈ સુધીભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

નાશિકમાં શાળા બંધ

નાશિકમાં શાળા બંધ

મહારાષ્ટ્રના નાસિકમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે મંગળવારના રોજ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતીઅને પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું.

છેલ્લા 24 કલાક દરમિયાન 97.4 મીમી વરસાદનોંધાયો છે. સોમવારના રોજ જિલ્લાના સપ્તશ્રૃંગી મંદિર પાસે પૂરને કારણે છ ભક્તો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પૂણેમાં એક ઈમારતધરાશાયી થતાં ચાર લોકો ઘાયલ થયા છે.

દિલ્હી-NCRમાં યલો એલર્ટ

દિલ્હી-NCRમાં યલો એલર્ટ

દિલ્હી-NCRમાં આજે દિવસભર ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી-NCR માટે યલો એલર્ટ જાહેર કર્યુંછે.

અહીં વરસાદે ભલે ગરમીમાંથી રાહત આપી હોય, પરંતુ ટ્રાફિક જામના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ITO રોડ પર ટ્રાફિકજામ જેવી સ્થિતિ છે. વાહનો એકદમ દોડી રહ્યા છે.

ગુજરાતમાં ટ્રેનો રદ્દ

ગુજરાતમાં ટ્રેનો રદ્દ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. વડોદરા ડિવિઝનના ડભોઇ અને એકતા નગર સ્ટેશનોવચ્ચે વરસાદને કારણે ટ્રેકને નુકસાન થવાને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો આજે રદ્દ/આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે.

પૂર્ણા નદી ખતરાના નિશાનથી ઉપર

પૂર્ણા નદી ખતરાના નિશાનથી ઉપર

ગુજરાતમાં વરસાદને કારણે પૂર્ણા નદીમાં વધારો થયો છે. ડીસી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, નદી ખતરાના નિશાનથી ઉપર વહીરહી છે.

નવસારી શહેરમાં 1700 લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા. અમે નાગરિકોને પોતપોતાના સ્થળોએ રહેવાની અપીલકરીએ છીએ.

ઘણા વિસ્તારો પૂરની ઝપેટમાં છે

ઘણા વિસ્તારો પૂરની ઝપેટમાં છે

આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 27,896 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું,જેમાંથી 18,225 હજૂ પણ આશ્રય ગૃહોમાં છે અને બાકીના લોકો તેમના ઘરે પરત ફર્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતનાજિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને સોમવાર રાતથી સૌરાષ્ટ્રના કચ્છ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાંભારે વરસાદ પડી રહ્યો છે.

કચ્છના અંજાર તાલુકામાં 6 કલાકમાં 167 મીમી વરસાદ નોંધાયો

કચ્છના અંજાર તાલુકામાં 6 કલાકમાં 167 મીમી વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, મંગળવારની સવારે 6 કલાકથી કચ્છના અંજાર તાલુકામાં 6 કલાકમાં 167 મીમીવરસાદ નોંધાયો હતો, જ્યારે જિલ્લાના ગાંધીનગર તાલુકામાં 145 મીમી વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ,વલસાડ અને તાપી જિલ્લા તેમજ રાજ્યના મધ્ય ભાગમાં આવેલા પંચમહાલ અને છોટા ઉદેપુરમાં છેલ્લા એક દિવસમાં ભારે વરસાદ થયોહતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X