For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update : આગામી પાંચ દિવસ સુધી નહીં મળે ગરમીમાંથી રાહત, જાણો કેટલું રહેશે તાપમાન

|
Google Oneindia Gujarati News

Weather Update : હાલ દેશમાં ઉનાળો પોતાના ચરમ પર છે. હીટ વેવ અને ગરમીને કારણે લોકોના હાલ બેહાલ થઇ રહ્યા છે. આવામાં દિલ્હીનું તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ છે.

આ સાથે ગુજરાત રાજ્યનું સરેરાશ તાપમાન 39 સેલ્સિયસ છે. આ વચ્ચે આગામી પાંચ દિવસ સુધી ગરમીનો પારો હાઇ રહે તેવી આગાહી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની સહિત મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી દેખાવા લાગી છે.

Weather

શનિવારના રોજ દિલ્હી-એનસીઆરમાં તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40ની નજીક કે તેની ઉપર રહ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી મોટાભાગના રાજ્યોમાં તાપમાન 40-42 ડિગ્રીની વચ્ચે રહેશે. પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં તાપમાનમાં સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.

NCRમાં ફરીદાબાદ સૌથી ગરમ હતું. અહીં મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નોઈડામાં 40.8, ગુરુગ્રામમાં 41.0, ગાઝિયાબાદમાં 39.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં શનિવારના રોજ પ્રયાગરાજ સૌથી ગરમ રહ્યું હતું, જ્યાં દિવસનું તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગરામાં પારો 42.6 ડિગ્રી નોંધાયો હતો.

દિલ્હીમાં બદલાશે હવામાન

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક ભાગોમાં 17 અને 19 એપ્રિલની વચ્ચે હવામાનમાં ફરી પલટો આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં આંધી અને વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં કરા પણ પડી શકે છે.

રાજ્યમાં એપ્રિલ-મેમાં હશે રેકોર્ડબ્રેક ગરમી

અંબાલાલ પટેલ દ્વારા ગરમી વિશે કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 26 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે.

રાજ્યના 9 શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે. અમદાવાદમાં સતત બે થી ત્રણ દિવસથી ગરમી 42 ડિગ્રીને પાર થઈ રહી છે. આ સાથે હજૂ ગરમીનું પ્રમાણ વધશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

English summary
Weather Update : know how much the temperature will be in next five days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X