Weather Update: લો પ્રેશર સક્રિય થતા આજથી 3 દિવસ ગુજરાતમાં છુટા છવાયા વરસાદની આગાહી

છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં સારો વરસાદ નોઁધાયો છે, જુલાઈના શરૂઆતના દિવસોમાં વરસાદ ખેંચાયા બાદ હવે રાજ્યમાં વરસાદની ઘટ લગભગ પુરી થઈ ગઈ છે.

છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં સારો વરસાદ નોઁધાયો છે, જુલાઈના શરૂઆતના દિવસોમાં વરસાદ ખેંચાયા બાદ હવે રાજ્યમાં વરસાદની ઘટ લગભગ પુરી થઈ ગઈ છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, લો પ્રેશર સક્રિય થતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગની આાગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે પોરબંદર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં પણ સારા વરસાદની સંભાવના છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં વરસાદની સ્થિતી સામાન્ય રહેશે.

રાજ્યમાં સિઝનનો 33 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં સિઝનનો 33 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો કુલ 33 ટકા વરસાદ નોંધાયો છે. સિઝનનો સૌથી વધુ 33.70 ટકા વરસાદ વલસાડમાં નોંધાયો છે. રાજ્યમાં ગયા વર્ષે અત્યારસુધીમાં સિઝનનો સરેરાશ 36.66 ટકા વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે વરસાદનું પ્રમાણ સામાન્ય છે.

ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાયો?

ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાયો?

રાજ્યમાં અત્યારસુધી દક્ષિણ ગુજરાતમાં 20.23 ઈંચ સાથે સિઝનનો સૌથી વધુ 35.19 ટકા, કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે સિઝનનો 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો કુલ 31.89 ટકા વરસાદ નોંધાયો છે.

આ તાલુકાઓમાં સારો વરસાદ

આ તાલુકાઓમાં સારો વરસાદ

રાજ્યના 25 તાલુકામાં 20થી 40 ઈંચ, 88 તાલુકામાં 10થી 20 ઈંચ, 96 તાલુકામાં 5 થી 10 ઈંચ અને 39 તાલુકામાં 2 થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 7.36 ઈંચ સાથે સિઝનનો 28.08 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

ભારે વરસાદ અને પવનને કારણે ગીરનાર રોપવે બંધ કરાયો

ભારે વરસાદ અને પવનને કારણે ગીરનાર રોપવે બંધ કરાયો

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે જૂનાગઢમાં સતત સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગીરનાર રોપવે બંધ કરવાની ફરજ પડી છે. સતત પવન અને વરસાદને કારણે સતત 4 દિવસથી ગીરનાર રોપવે બંધ છે. ઉલ્લેખનિય છે કે જૂનાગઢ જિલ્લામાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X