Weather Update: ખેડૂતો પર ફરી સંકટ, આ જિલ્લામાં થશે કમોસમી વરસાદ
Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં આજે છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવો વરસાદ થવાની ધારણા છે. આ વરસાદની આગાહી કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ બુલેટિન મુજબ, 19મી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં, અમરેલી, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

બુધવારથી આગામી 5 દિવસ દરમિયાન વધુ વરસાદની કોઈ ચેતવણી કે આગાહી કરવામાં આવી નથી. આ દિવસો દરમિયાન હવામાન શુષ્ક રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ સપ્તાહમાં આકાશમાં વાદળો ઘેરાયેલા રહે તેવી શક્યતા છે. 22 ડિસેમ્બરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થશે. 22 અને 23 ડિસેમ્બરના રોજ રાજ્યમાં માવઠાની આગાહી કરાઇ છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત તેમજ બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી છે.
નાતાલ પૂર્વે બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિયાળામાં અલનીનોની અસરના કારણે ઋતુ ઠંડી અને ગરમી રહેશે. આ સાથે સમુદ્રનું પાણી આ વર્ષે ગરમ રહેશે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, નવા વર્ષની શરૂઆત સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે. જાન્યુઆરી માહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે, પરંતુ 5 ફેબ્રુઆરીના રોજ વેસ્ટન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન ઘટવાની શક્યતા છે. તેમજ કચ્છના નલિયામાં પણ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીનો આખો મહિના દરમિયાન વાતાવરણમાં પલટો આવતો, પરંતુ ફાગણ માહિનામાં ઠંડી પાડવાની શક્યતા છે. આ સાથે કચ્છ, નલિયા, ઉત્તર ગુજરાતમાં આખો માહિનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને કમોસમી વરસાદની શક્યતાથી ભરેલો રહેશે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, એપ્રિલ માસમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વર્ષ 2024 સાયક્લોજેનિક વર્ષ છે. આગામી 26 એપ્રિલથી સાયક્લોન જોવા મળશે. 1 મે પછી દરિયામાં હિલચાલ જોવા મળી શકે છે. જૂન માહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે, તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે.












Click it and Unblock the Notifications
