પાટણમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
રાજ્યના દરેક જિલ્લામાં દર મહિને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં ગામ્ય સ્તરના વિવિધ પ્રશ્નોને લઈને અરજીઓ મળતી હોય છે.
રાજ્યના દરેક જિલ્લામાં દર મહિને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં ગામ્ય સ્તરના વિવિધ પ્રશ્નોને લઈને અરજીઓ મળતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા ચાલતા આ કાર્યક્રમ હેઠળ પાટણ જિલ્લામાં જાન્યુઆરી થી ઓગષ્ટ સુધી કુલ 148 અરજીઓ મળી હતી. જેમાંથી તમામ 148 અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. તો આ તરફ તાલુકા કક્ષાએ 187 અરજીઓ મળી હતી. જેમાંથી 182 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

જિલ્લા-તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની જેમ રાજ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં નાગરિકોની અરજીઓ સીધી મુખ્યમંત્રીને મળતી હોય છે. પ્રશ્નોની અરજીઓ મળ્યા બાદ રાજ્યસ્તરે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જિલ્લાની રાજ્યકક્ષાએ કુલ 18 જેટલી અરજીઓ મળી હતી. જે અંતર્ગત તમામ 18 અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. આ તરફ લોકફરિયાદ હેઠળ ચાલુ વર્ષે 49 જેટલી અરજીઓ મળ્યા બાદ તમામ 49 અરજીઓનો હકારાત્મક રીતે ઉકેલ લાવવામાં આવ્યો હોવાથી પ્રજાજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા અધિકારીઓની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
