2011 કરતા વધુ આકર્ષક રહેશે Vibrant Gujarat 2013
ગાંધીનગર, 2 જાન્યુઆરી: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2013ની શરૂઆત 11 જાન્યુઆરીથી થવા જઇ રહી છે. જેની જાણકારી આપવા રાજ્ય સરકાર દ્વારા એક પત્રકાર પરિષદને બોલાવી હતી. જેમાં આ વર્ષે યોજાનાર વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2013 અંગેની માહિતી આપી હતી. ગુજરાત સરકાર દ્વારા છઠ્ઠીવાર ગ્લોબલ સમિટનું આયોજન કરાઇ રહ્યું છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2013માં કેન્દ્રવર્તી વિષય વસ્તુ જ્ઞાન કૌશલ્યના વૈશ્વિક નવા ઉન્મેશોની વ્યાપક ભાગીદારી રહેવાની છે. અર્થતંત્રના વૈશ્વિક પ્રવાહોમાં ગુજરાતની નિર્ણાયક ભાગીદારી, ક્ષમતા અને સામર્થ્યની સંભાવનાઓની અનૂભુતિ કરાવવામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ, ગ્લોબલ બિઝનેસ હબનું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું કે ઇકોનોમિક ફ્રિડમ ઓફ ધ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા 2005માં ગુજરાત 5માં ક્રમે હતું, 2011માં 2 ક્રમે આવ્યું અને હવે 2012માં ગુજરાતે પ્રથમ ક્રમાંક હાસલ કર્યો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતનો જીડીપી ગ્રોથ 10 છે, મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો ફાળો 28 ટકાનો છે જેને આવનાર પાંચ વર્ષોમાં 32 ટકા કરવાની નેમ છે. હાઇ ડિગ્રી ઓફ ઓપનેસ 53 ટકા છે. તેમજ છેલ્લા દસ વર્ષમાં ખેતઉત્પાદનમાં વાર્ષિક 11 ટકા ગ્રોથ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક અને ખેતઉત્પાદન ક્ષેત્રે સમતોલ ગ્રોથ કરવાનો વિકાસ કરી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે 2011ના સમિટમાં 67 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ વખતે 123 ઇવેન્ટનું આયોજન કરાયું છે. ગઇ વખત કરતા આ વખતના ઓર્ગેનાઇઝરમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી આચારસંહિતાના પગલે વેબ દ્વારા જ સમગ્ર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ બધાજ રજિસ્ટ્રેશન અને કાર્યક્રમોનું આયોજન વેબસાઇટ દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધી B2G માટે 310 જેટલી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ ચૂકી છે, જે 500 સુધી પહોંચવાની આશા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે આ સમિટમાં 15 લાખ જેટલા વિઝિટર્સ આવે તેવી શક્યતા છે. આ સમિટમાં 25 જેટલા સેક્ટર પેવેલિયન્સ બનાવાયા છે. જેમાં 30 ડોમ્સ, 14 એક્સ્લુઝિવ પેવેલિયનનો સમાવેશ થાય છે. જેમાં 1000થી વધારે સ્ટોલ્સ હશે અને 25000થી વધારે પ્રોડક્ટનું એક્ઝિબિશન કરવામાં આવશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
