કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસની અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, દેશ અને રાજ્યમાં આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ની અસરથી હાડ થીજવતી ઠંડી પડશે. એક પછી એક વિક્ષેપોના કારણે કેટલાક વિસ્તારોમાં ગાઢ વાદળો પણ જોવા મળશે.

આ ઠંડી પાટણ, સમી, હારીજ, સાબરકાંઠા, પંચમહાલ અને ગિરનારના ભાગોમાં વધુ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ તેમજ વડોદરામાં 12-13 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.

તેમણે ચેતવણી આપી છે કે, ધુમ્મસનું જોર વધતા માર્ગ અને રેલવે પર વાહનવ્યવહાર ખોરવાશે. ધુમ્મસ અને ભારે હિમવર્ષા જેવી અસરોના કારણે ગમખ્વાર અકસ્માતોની સંભાવના છે.

ઉત્તરાયણ પર્વ માટે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 13, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ રહેશે. સવારે 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અનુભવાશે, જે બપોર બાદ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચતા તેમાં વધઘટ થશે. આ સ્થિતિ પતંગ ચગાવવામાં મુશ્કેલી સર્જી શકે છે.

હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની આગાહી કરી છે. આવતીકાલથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો સામાન્ય ફેરફાર નોંધાશે. ઉત્તર-પૂર્વના પવનો અને રાત્રીના સમયે પવનની વધતી ગતિને લીધે ઠંડી વધુ તીવ્ર બનશે.

સિઝનનું સૌથી નીચું તાપમાન નલિયામાં 7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે તાપમાન નોંધાયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X