Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર: અમદાવાદ મંડળની આ 3 ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણી લો નવું ટાઈમ ટેબલ

Western Railway: જો તમે પણ અમદાવાદ કે મહેસાણા વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા અમદાવાદ મંડળની ત્રણ મહત્વની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવો ફેરફાર આગામી 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે.

Western Railway

રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, ટ્રેનોની ગતિમાં વધારો કરવા અને સમયપાલન (Punctuality) માં સુધારો લાવવાના હેતુથી સાબરમતી અને મહેસાણા વચ્ચે દોડતી ટ્રેનોના સમયમાં આંશિક બદલાવ કરવામાં આવ્યો છે.

કઈ ટ્રેનોના સમય બદલાયા? જુઓ વિગત:

મુસાફરોની સુવિધા માટે નીચે મુજબની ટ્રેનોના નવા સમય જાહેર કરવામાં આવ્યા છે:

1. સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 12462)

  • જૂનો સમય: સાબરમતીથી 16:45 વાગ્યે ઉપડતી હતી.
  • નવો સમય: હવે આ ટ્રેન સાબરમતીથી 16:55 વાગ્યે ઉપડશે.
  • મહેસાણા આગમન: આ ટ્રેન હવે મહેસાણા સ્ટેશન પર 17:38 વાગ્યે આવશે અને 17:40 વાગ્યે રવાના થશે.

2. સાબરમતી-આગ્રા કેન્ટ / ગ્વાલિયર એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 12548/22548)

  • નવો સમય: સાબરમતીથી હવે આ ટ્રેન 16:55 વાગ્યાના બદલે સાંજે 17:00 વાગ્યે પ્રસ્થાન કરશે.
  • મહેસાણા આગમન: મહેસાણા સ્ટેશન પર આ ટ્રેન 17:47 વાગ્યે પહોંચશે અને 17:49 વાગ્યે આગળ વધશે.

3. સાબરમતી-મહેસાણા ડેમુ (ટ્રેન સંખ્યા 79431)

સાબરમતીથી હવે આ ટ્રેન 17:05 વાગ્યાના બદલે 17:10 વાગ્યે ઉપડશે.

વચ્ચેના સ્ટેશનોનો સમય: આ ટ્રેન ચાંદખેડા (17:16/17:17), ખોડિયાર (17:22/17:23), કલોલ (17:32/17:33), ઝુલાસણ (17:42/17:43), ડાંગરવા (17:50/17:51), આંબલિયાસણ (17:57/17:58) અને જગુદણ (18:06/18:07) થઈને 18:28 વાગ્યે મહેસાણા પહોંચશે.

મુસાફરો માટે નોંધ: રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનના સ્ટોપેજ અને અન્ય વિગતો માટે મુસાફરો અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X