Western Railway ચલાવશે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો
Festival Special Trains: આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુસાફરોની સુવિધા માટે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સ્પેશિયલ ટ્રેનો દ્વારા ગુજરાતથી ઉત્તર ભારત અને મુંબઈ તરફ પ્રવાસ કરનારા લોકોને મોટી રાહત મળશે.
1. સાબરમતી-હરિદ્વાર દ્વિ સાપ્તાહિક એસી સ્પેશિયલ (28 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09425/09426 સાબરમતી અને હરિદ્વાર વચ્ચે એસી 3 ટાયર કોચ સાથે દ્વિ સાપ્તાહિક (અઠવાડિયામાં બે વાર) સ્પેશિયલ ટ્રેન દોડશે.
ટ્રેન નં. 09425 (સાબરમતી - હરિદ્વાર):
પ્રારંભ: 15 ઓક્ટોબર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી.
દિવસ: દર બુધવાર અને શનિવારે.
સમય: સાબરમતીથી 08:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05:30 વાગ્યે હરિદ્વાર પહોંચશે.
ટ્રેન નં. 09426 (હરિદ્વાર - સાબરમતી):
પ્રારંભ: 16 ઓક્ટોબર 2025 થી 30 નવેમ્બર 2025 સુધી.
દિવસ: દર ગુરુવાર અને રવિવારે.
સમય: હરિદ્વારથી 21:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 21:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ: મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, દિલ્હી કેન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે.
2. ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ (10 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09472/09471 ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં AC 2 ટાયર, AC 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ હશે.
ટ્રેન નં. 09472 (ગાંધીધામ - બાંદ્રા ટર્મિનસ):
પ્રારંભ: 13 ઓક્ટોબર 2025 થી 10 નવેમ્બર 2025 સુધી.
દિવસ: દર સોમવારે.
સમય: ગાંધીધામથી 20:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નં. 09471 (બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ):
પ્રારંભ: 14 ઓક્ટોબર 2025 થી 11 નવેમ્બર 2025 સુધી.
દિવસ: દર મંગળવારે.
સમય: બાંદ્રા ટર્મિનસથી 12:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 01:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ: સામાંખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર આ ટ્રેન બન્ને દિશાઓમાં ઉભી રહેશે.
ટિકિટ બુકિંગ ક્યારે શરૂ થશે?
ટ્રેન નંબર 09425, 09472 અને 09471 માટે ટિકિટોનું બુકિંગ 12 ઓક્ટોબર, 2025થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરોને ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
