Western Railway ચલાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન, આ સ્ટેશનો પર રહેશે ઉભી
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માગને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર આવ્યા છે, પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે અને આ ટ્રેન બન્ને દિશામાં ઉભી રહેશે અને મુસાફરોને આ ટ્રેનને લઈ વધુ માહિતી રેલવેની વેબસાઈટ પર પણ મળી રહેશે.

ટ્રેન સંખ્યા 09442/09441 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ
ટ્રેન સંખ્યા 09442 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ મંગળવાર, 16 અને 23 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદથી 21:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06:00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ટ્રેનસંખ્યા 09441 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશ્યલ બુધવાર, 17 અને 24 સપ્ટેમ્બર, 2025ના રોજ બાંદ્રા ટર્મિનસથી 22:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:40 કલાકે અમદાવાદ પહોંચશે.
આ સ્ટેશનો પર રહેશે ઉભી
Railway News: આ ટ્રેન બંને દિશાઓમાં નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન સંખ્યા 09442 અને 09441 નું બુકિંગ 09 સપ્ટેમ્બર 2025થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તહેવારોની સીઝન દરમિયાન તેમની મુસાફરીની માંગને પુરી કરવાના ઉદેશ્યથી અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
