પશ્ચિમ રેલવે દોડાવશે બાંદ્રા-ગોરખપુર, ઉધના-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન, જાણો ટાઇમટેબલ

Western Railway: મુસાફરોને સમાવવા અને મુસાફરીની વધેલી માંગને સંબોધવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ગોરખપુર વચ્ચે તેમજ ઉધના અને ભાગલપુર સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ફેર પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગની એક અખબારી યાદી જાહેર કરીને આ વિશેષ ટ્રેનોની વિગતો આપી છે.

ટ્રેન નંબર 05054/05053 બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર સ્પેશિયલ [22 ટ્રિપ્સ] (રિઝર્વ) - ટ્રેન નંબર 05054 બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શનિવારે 21.15 કલાકે ઉપડશે અને સોમવારે 06.25 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 20મી એપ્રિલ, 2024 થી 29મી જૂન, 2024 સુધી ચાલશે.

આવી જ રીતે, ટ્રેન નંબર 05053 ગોરખપુર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર શુક્રવારે ગોરખપુરથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 19મી એપ્રિલ, 2024થી 28મી જૂન, 2024 સુધી ચાલશે.

આ ટ્રેન માર્ગમાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, વડોદરા, રતલામ, શામગઢ, ભવાની મંડી, કોટા, ગંગાપુર સિટી, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, આઈશબાગ, બાદશાહ નગર, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશન પર બંને દિશાઓ માટે ઉભી રહેશે. ટ્રેન નંબર 05054 બયાણા સ્ટેશન પર વધારાનો સ્ટોપ રહેશે. આ ટ્રેનમાં સામાન્ય સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

Western Railway

ટ્રેન નંબર 09059/09060 ઉધના - ભાગલપુર સ્પેશિયલ ટ્રેન [2 ટ્રીપ્સ] - ટ્રેન નંબર 09059 ઉધના - ભાગલપુર સ્પેશિયલ ઉધનાથી શનિવાર, 13 એપ્રિલ, 2024ના રોજ 14.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.25 કલાકે ભાગલપુર પહોંચશે.

આવી જ રીતે, ટ્રેન નંબર 09060 ભાગલપુર - ઉધના સ્પેશિયલ ભાગલપુરથી સોમવાર, 15 એપ્રિલ, 2024ના રોજ 04.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.00 કલાકે ઉધના પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં ચલથાણ, બારડોલી, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિઓકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, પટના, બખ્તિયારપુર, મોકામા, કીલ, જમાલપુર અને સુલતાનગંજ સ્ટેશન બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09059નું બુકિંગ 13મી એપ્રિલ, 2024થી PRS કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલશે. હોલ્ટના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X