• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં રેકોર્ડબ્રેક મતદાન પાછળ કયા કારણો જવાબદાર?

By Kumardushyant
|

અમદાવાદ, 16 ડિસેમ્બર: ચુંટણીના મેદાનમાં રાજકારણીઓ દર વખતે પોતાની વિજેતા અને બીજાને થાકેલાં ઘોડા સમજે છે. પરંતુ અફવાઓ અને અટકળોનો સહારો લેનારાઓની સમક્ષ જ્યારે આંકડાઓ આવે છે ત્યારે ભલ ભલાની હવાની નિકળી જતી હોય છે. ગુજરાતમાં પ્રથમ ચરણમાં 70.75 ટકા રેકોર્ડબ્રેક મતદાન બાદ થતાં દરેક પક્ષો એમ વિચારે છે કે અમારી જ સરકાર બનશે, અમારા જ પક્ષમાં મતદાન થયું છે. ચુંટણીના પરિણામો જાહેર થતાં સચ્ચાઇ સામે આવશે પરંતુ તે પહેલાં આ રેકોર્ડ બ્રેક મતદાન પાછળ કયા કારણો જવાબદાર છે તેની પર એક નજર નાંખીએ:

સત્તા વિરોધી લહેર?

મતદાનમાં જબરજસ્ત વધારો થવા પાછળ પ્રથમ જે કારણને જોવામાં આવે છે તે છે સત્તા વિરોધી લહેર. ગુજરાતમાં પણ પ્રથમ ચરણના મતદાન પછી તેની ચર્ચા શરૂ થઇ ગઇ છે. પ્રથમ ચરણમાં જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મતદાન થયું છે તેને કેશુભાઇ પટેલનો મજબૂત વિસ્તાર માનવામાં આવે છે. બીજી તરફ દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ માઠાદીઠ દેવું સૌથી વધારે છે. આ દેવું નરેન્દ્ર મોદીના શાસનમાં ત્રણ ગણુ વધ્યું છે. જો કે આ પાસાઓને જોતા પણ લોકો સત્તા વિરોધી લહેરની વાતને માનવા તૈયાર નથી.

નરેન્દ્ર મોદી માટે સહાનૂભૂતિ?

રેકોર્ડબ્રેક મતદાન પાછળ એક અન્ય કારણને પણ જવાબદાર ગણી શકાય છે તે છે નરેન્દ્ર મોદીને લોક સમર્થન મળ્યું હોવાનું પણ બની શકે છે. માનવામાં આવે છે કે લોકોને નરેન્દ્ર મોદી પ્રત્યે સહાનૂભૂતિ છે. યૂથ અને મહિલાઓમાં નરેન્દ્ર મોદીનો જબરજસ્ત ક્રેઝ છે અને તેમને નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની ઇચ્છાને પુરી કરવા માટે પણ સમર્થન આપ્યું હોય. નરેન્દ્ર મોદીના રાઇટ હેન્ડ ગણવામાં આવતાં અમિત શાહનું કહેવું છે કે લોકોએ નરેન્દ્ર મોદીના પક્ષમાં મતદાન કર્યું છે.

લેઉવા પટેલ ફેક્ટર?

ભાજપ સાથે છેડો ફાડીને કેશુભાઇ પટેલ દ્રારા નવી પાર્ટી બનાવતાં ગુજરાતની ચુંટણી વધારે રસપ્રદ બની ગઇ છે. માનવામાં આવે છે કે પ્રથમ ચરણમાં પટેલ ફેક્ટરની મહત્વની ભુમિકા રહી છે અને તે નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ છે. લેઉવા પટેલને ગુજરાતના સૌથી પ્રભાવશાળી મતદાર માનવામાં આવે છે. કેશુભાઇ પટેલનું પણ માનવું છે કે મતદારોએ મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મતદાન કર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના શંકર સિંહ વાધેલાનું પણ કહેવું છે કે લેઉવા, પટેલ, આહીર, અને દલિતોએ મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મતદાન કર્યું છે.

rahul-modi

કેશુભાઇ ગેમ ચેન્જર ભુમિકામાં?

ભાજપના એક સિનિયર નેતાનું કહેવું છે કેશુભાઇના કારણે લેઉવા પટેલ સમુદાયના લોકો નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એકજુટ થઇ ગયા હોય પરંતુ બાકીના તેમના સમર્થનમાં છે. જેમાં કડવા પટેલ અને ક્ષત્રિય સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. જો કે ભાજપના બીજા ઘણા નેતાઓનું કહેવું છે કે હજુ સુધી સ્થિતી સ્પષ્ટ નથી અને સૌરાષ્ટ્રમાં તેમને ડર લાગે છે કે કેશુભાઇ ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી શકે છે.

અંતે ફાયદો કોને?

હાલની પરિસ્થિતી જોતાં અંદાજો લગાવવો મુશ્કેલ છે. જો પારંપારિક રાજકારણના દ્રષ્ટિકોણથી જોઇએ તો ટૉસની સ્થિતી સર્જાઇ શકે છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો છે કે શું બધી સ્ત્રીઓએ નરેન્દ્ર મોદીના પક્ષમાં મતદાન કર્યુ છે કે પછી તેમના વિરોધમાં.

ચુંટણી પંચની ભૂમિકા?

કોંગ્રેસના એક સિનિયર નેતાએ આ અંગે જણાવ્યું હતું કે ચુંટણી પંચની તાજેતરના પગલાંના કારણે મતદાનની ટકાવારીમાં વધારો થયો છે. મતદાન પ્રત્યે જાગૃતિ લાવવામાં ચુંટણીપંચે મહત્વની ભૂમિકા ભજવી છે.

lok-sabha-home

English summary
Usually we thought that higher voting would be game changer, but in Gujarat it would be different scenario. It is interesting to know reasons behind highest voting.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more