For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચુંટણી : કયા મુદ્દાઓએ નેતાઓનો ખેલ બગાડ્યો?

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-gujarat-congress
ગાંધીનગર, 18 ડિસેમ્બર: ગુજરાતમાં બીજા ચરણનું મતદાન સંપન્ન થઇ ગયું છે. બીજા ચરણમાં પણ જંગી મતદાન 70 ટકા થયું હોવાનું નોંધાયું છે. આ વખતે મહિલાઓ ભારે સંખ્યામાં મતદાન કર્યું હોવાનું માનવામાં આવે છે. બીજા ચરણમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 95 સીટો પર મતદાન થયું હતું. પ્રથમ ચરણમાં 87 સીટો પર મતદાન થયું હતું. મતગણતરી 20 ડિસેમ્બરે યોજાશે.

સૌરાષ્ટ્રના મુદ્દે જનતાનો અભિપ્રાય

1. 2007માં સૌરાષ્ટ્રના પરિણામો શું હતા તમને ખબર છે, ચાલો અમે જ જણાવી દઇએ કે 2007માં સૌરાષ્ટ્રમાં શું સ્થિતી હતી. ગુજરાત વિધાનસભાની કુલ 182 સીટોમાંથી 58 સીટો સૌરાષ્ટ્રમાં હતી. 2007માં ભાજપને 43 સીટો, કોંગ્રેસને 14 સીટો અને તથા અન્ય પક્ષને 1 સીટ પર જીત થઇ હતી.

2. બીજો મુદ્દો છે આ વિસ્તારમાં જ્ઞાતિવાદના સમીકરણનો. સૌરાષ્ટ્રમાં મોટાભાગની 48 સીટો પર પટેલોનું વર્ચસ્વ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલોની સંખ્યા 20 ટકાની આસપાસ છે. જ્યારે કોળી સમુદાયના લોકોની સંખ્યા 18 થી 24 ટકા છે. બીજી તરફ પોરબંદર વિસ્તારમાં મેર સમુદાયના વોટ નિર્ણાયક સાબિત થાય છે.

3. આઇબીએન7- ધ વીક માટે સીએસડીએસે પોસ્ટ પોલ સર્વેમાં પ્રજાને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. તેમાં જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે સૌરાષ્ટ્રના લોકો માટે મહત્વના મુદ્દા કયા કયા છે તો જાણવા મળ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકો માટે સૌથી મોટો મહત્વનો મુદ્દો બન્યો હતો પાયાની જરૂરિયાતો એટલે કે વિજળી-પાણી અને રસ્તાઓ. બીજો મહત્વનો મુદ્દો હતો ખેડૂતોની સમસ્યાનો, ત્રીજો મહત્વનો મુદ્દો હતો મોંઘવારી, જ્યારે ચોથા નંબરે ભષ્ટ્રાચાર અને બેરોજગારીનો મુદ્દો ઉછળ્યો હતો. વિકાસનો મુદ્દો પોતાનું સ્થાન ગુમાવીને પાંચમા સ્થાને પહોંચી ગયો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વનો મુદ્દો સૌથી છેલ્લે એટલે કે છઠ્ઠા સ્થાને હતો. આ હતા પ્રજાના મુદ્દાઓ જે પ્રજાના દિલો-દિમાગમાં છવાયેલા હતા.

4. હવે નજર નાંખીએ કે વિવિધ પક્ષોએ પોતાના ભાષણોમાં કયા મુદ્દાઓ પર પસંદગી ઉતારી હતી. સૌથી પહેલાં વાત કરીએ કોંગ્રેસની. કોંગ્રેસે ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ભારે હોબાળા સાથે ઉછાળ્યો. વિજળી અને પાણીના મુદ્દે નરેન્દ્ર મોદીને ઘેરાવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત નરેન્દ્ર મોદી પર મન મૂકીને આક્ષેપો મૂક્યા કે તે કેન્દ્ર સરકારની યોજનાઓનો શ્રેય લઇ રહ્યાં છે. જો ભાજપની વાત કરીએ તો તેને અહેમદ પટેલને મિયા અહેમદ પટેલ કહ્યાં એટલે કે મુસ્લિમ કાર્ડ રમવાનો પ્રયત્ન કર્યો. ભાજપ માટે મહત્વનો મુદ્દો હતો વિકાસનો. નરેન્દ્ર મોદી કોંગ્રેસને પ્રશ્નો કરતા રહ્યાં અને કોંગ્રેસ તેનો જવાબ આપતી રહી.

દક્ષિણ ગુજરાતમાં ચુંટણીના મુદ્દાઓ અને જનતાનો અભિપ્રાય

હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટની ટક્કર છે. આ વિસ્તારને આદિવાસી વિસ્તાર ગણવામાં આવે છે. માટે બંને પક્ષોએ આ વિસ્તારમાં આદિવાસીને લલચાવવાનો ભરપૂર પ્રયત્ન કર્યો. ગત વિધાન સભાની ચુંટણીમાં બંને પક્ષોની શું સ્થિતી હતી.

1. વિધાનસભાની કુલ 182 સીટોમાંથી 36 સીટો દક્ષિણ ગુજરાતમાં આવે છે. 2007 ની ચુંટણીમાં ભાજપને 19 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 14 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. ગત વિધાનસભાની ચુંટણીમાં માત્ર પાંચ સીટોનું જ અંતર હતું. અન્ય પક્ષને 3 સીટો મળી હતી.

2. હવે એક નજર નાંખીએ દક્ષિણ ગુજરાતના જ્ઞાતિ સમીકરણ પર. અહીં વિસ્તારમાં આદિવાસી લોકોનો દબદબો છે. તેમની સંખ્યા મોટી માત્રામાં છે. દક્ષિણ ગુજરાતમાં 80 ટકા મતદારો નાના ખેડૂતો છે.

3. આઇબીએન7- ધ વીક માટે સીએસડીએસે પોસ્ટ પોલ સર્વેમાં દક્ષિણ ગુજરાતના લોકો પાસે તેમના મુદ્દાઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. એવા કયા મુદ્દાઓ હતા જેના આધારે તેમને મતદાન કર્યું. સર્વેમાં સૌથી પહેલાં જે મુદ્દો સામે તે હતો મોંઘવારી માર, બીજો મુદ્દો હતો પાયાની જરૂરિયાતો એટલે વિજળી, પાણી અને રસ્તાઓ. ખેડૂતોની સમસ્યા ત્રીજા સ્થાને હતી. બેરોજગારીનો મુદ્દો ચોથા સ્થાને રહ્યો હતો. પાંચમા સ્થાને ભષ્ટ્રાચારનો મુદ્દો હતો જ્યારે વિકાસનો મુદ્દો છઠ્ઠા સ્થાને રહ્યો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વનો મુદ્દો સૌથી છેલ્લે એટલે કે સાતમા સ્થાને રહ્યો હતો.

4. આ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના ભાષણોમાં અલગ-અલગ મુદ્દાઓ ઉછાળ્યા હતા. સૌથી પહેલાં ભાજપની વાત કરીએ. ભાજપે અહીંયા સીર ક્રીક મુદ્દો ઉછાળ્યો આ ઉપરાંત ગુજરાતની અસ્મિતાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે કોંગ્રેસે આ વિસ્તારમાં નરેન્દ્ર મોદીની સરકાર પર આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર વિજળી વેચી મારે છે. તે હંમેશા ઉદ્યોગપતિઓ માટે મદદગાર સાબિત રહી છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદાનનું સમીકરણ

1. 2007ની ચુંટણીમાં મધ્ય ગુજરાતની 57 સીટોમાંથી 19 સીટોના નુકસાન સાથે ભાજપે 30 સીટો પર વિજય પતાકા લહેરાવી હતી. જ્યારે કોંગ્રેસને 24 સીટો મળી હતી. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને 6 સીટોના નુકસાન સાથે 7 સીટો મળી હતી. જ્યારે ભાજપને સાત સીટોનો ફાયદો મળ્યો હતો અને 25 સીટો પર પોતાનો ભગવો લહેરાવ્યો હતો. નરેન્દ્ર મોદી અને કોંગ્રેસને સત્તા મેળવવા માટે તેમને આ બંને જગ્યાએ પોત-પોતાના નુકસાનની ભરપાઇ કરવી પડશે.

બીજા ચરણમાં સોમવારે અમદાવાદની 17 સીટો, વડોદરા, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ એટલે કે મધ્ય ગુજરાતની 40 સીટો અને ઉત્તર ગુજરાતની 32 સીટો જેમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કચ્છની છ સીટો પર પણ મતદાન થયું હતું. કડક સુરકા વચ્ચે રાજ્યના 23 હજાર 318 પોલિંગ બુથ પર લોકોએ મતદાન કર્યું.

નરેન્દ્ર મોદી મણિનગરમાં ચુંટણી લડી રહ્યાં છે જ્યારે તેમની સામે આઇએસએસ સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાને ઉતરી છે. બીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજોએ મતદાન કર્યું છે. ગાંધીનગરમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, અમદાવાદમાં અરણ જેટલીએ, શંકરસિંહ વાધેલાએ મતદાન કર્યું હતું. જનતા પોતાનો ચુકાદો 20 ડિસેમ્બરે સંભળાવશે. પરંતુ હાલમાં તો કોંગ્રેસ અને ભાજપ પોત પોતાની જીતના દાવા કરી રહી છે.

English summary
In Gujarat impressive voter turnout in the second and final phase as well of the Assembly elections, now discussion are started that what are the topics, which change leaders game.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X