• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કર્ણાવતી કે અમદાવાદ? શું હોવું જોઈએ શહેરનું નામ?

|

અમદાવાદના નામકરણની ચર્ચાઓ તેજ થઈ રહી છે આ મામલે પોલિટિક્સ પણ ગરમાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવું જોઈએ કે નહિ તે અંગે ચાલુ ચર્ચાએ યૂઝર્સ પણ તૂટી પડ્યા છે. પણ મોટાભાગના લોકોને કોઈ જ આઈડિયા નહિં હોય કે આખરે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે આટલી બધી હિલચાલ કેમ થઈ રહી છે? જો તમારા મનમાં પણ આ સવાલ હોય તો અહીં આપેલ કેટલીક માહિતી તમારે ચોક્કસ જાણવી જોઈએ.

અમદાવાદનું નામ કર્ણાવતી કેમ કરવું જોઈએ?

માનવામાં આવી રહ્યું છે કે પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી હતું અને સમાજ તરીકે આપણે હંમેશા આપણા ઈતિહાસને ફરીથી સ્થાપિત કરવા માટે પ્રયત્નો કરતા રહીએ છીએ, બસ આ જ કારણ છે જેથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઉઠી રહી છે.

હકીકતમાં અમદાવાદનું પહેલું નામ કર્ણાવતી નથી

હકીકતમાં અમદાવાદનું પહેલું નામ કર્ણાવતી નથી

ઉલ્લેખનીય છે કે અમદાવાદનું પહેલું નામ આશ્વાલ છે. 11મી સદીમાં સબરમતી નદીના પૂર્વ કાંઠેના વસવાટને આશાવલ અથવા તો આશાપલ્લી તરીકે ઓળખવામાં આવતો હતો. 10મી સદીમાં આશાવલનું અસ્તિત્વ શોધી કાઢવામાં આવ્યું હતું અને 13મી સદી સુધી આ વિસ્તાર આશ્વાલ તરીકે જ જાણીતો હતો. જો કે કોલિકો મિલ્સથી જમાલપૂર દરવાજા થઈને આસ્ટોડિયા દરવાજા સુધીનો વિસ્તાર આશ્વાલ તરીકે ઓળખાતો. આશાવાલ પર શરૂઆતમાં ભીલોનું શાસન હતું પરંતુ બાદમાં ચાલુક્ય રાજા કર્ણએ ઈ.પૂ. 1064-65માં ભીલને યુદ્ધમાં હરાવ્યા અને આશાવાલ ભૂંસીને કર્ણાવતી નામ પાડ્યું.

કઈ રીતે નામ પડ્યું અમદાવાદ?

કઈ રીતે નામ પડ્યું અમદાવાદ?

શહેરની સ્થાપના કઈ રીતે થઈ તેની પાછળ પણ એક દંતકથા છે કે જબ 'કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા'. કહેવાય છે કે 14મી સદીમાં બાદશાહ અહમદશાહ સાબરમતી નદીને કિનારે લટાર મારી રહ્યા હતા અને તેમણે એક સસલાંને કુતરાનો પછો કરતાં જોયું. સુલતાન મોતાની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા, તેઓ સસલાની આ બહાદુરી પ્રભાવિત થઈને સાબરમતી નદી કિનારા નજીકના જંગલ વિસ્તારનને પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આવી રીતે 1411માં અમદાવાદની સ્થાપના થઈ. 1487માં અહમદશાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચારે તરફ 10 કિમીના વિસ્તારમાં એક કોટ ચણાવ્યો, જેમાં કુલ 12 દરવાજા હતા.

કયા કયા શહેરોનાં નામ બદલ્યાં

કયા કયા શહેરોનાં નામ બદલ્યાં

ખેર આ વાત થઈ અમદાવાદ અને તેના ઈતિહાસની, પણ અત્યાર સુધીમાં કયાં કયાં શહેરોના નામ બદલવામાં આવ્યાં તે પણ જાણી લો...

ગુજરાતના શહેરોની વાત કરીએ તો બરોડામાંથી બન્યું વડોદરા.

નવાનગર નગરમાંથી બન્યું જામનગર.

સૂર્યપુરમાથી બન્યું સુરત.

બુલસારામાંથી બન્યું વલસાડ.

જ્યારે જૂનાગઢને તો ડઝનેક નામ મળ્યાં, સૌથી પહેલાં તો તે યોવનગઢ તરીકે ઓળખાયું બાદમાં કર્ણકુબજ, કરણકોજ, કરણકુવીર, મણિપુર, ચન્દ્રકેતુપુર, ગિરિનગર, જીર્ણગઢ વગેરે નામો તરીકે પ્રખ્યાત થયું અને આખરે શિખરોના આ શહેરનું નામ જૂનાગઢ પડ્યું. ગુજરાત બહારના શહેરોની વાત કરીએ તો ચેન્નઈ, તિરુવનંતપુરમ, મુંબઈ વગેરે જેવાં કેટલાંય શહેરોનાં નામકરણ થઈ ચૂક્યાં છે.

છત્તીસગઢ માટે અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ઘોષણાપત્ર, આપ્યા આ વચનો

English summary
what should be name of ahmedabad? karnavati or ahmedabad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more