For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી ભગવત કરાદે યોજનાઓ અંગે રિવ્યુ મિટિંગ કરી

મહારાષ્ટ્રના 30 જેટલા ધારાસભ્યો ગુજરાતમાં ધામા નાખતા રાજકીય ધમાસાણ મચ્યુ છે. આ મામલે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી ભગવત કરાદા પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવા માટે 2/3 બહુમતી વગર કોઇ સરકાર ના બ

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના 30 જેટલા ધારાસભ્યો ગુજરાતમાં ધામા નાખતા રાજકીય ધમાસાણ મચ્યુ છે. આ મામલે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી ભગવત કરાદા પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવા માટે 2/3 બહુમતી વગર કોઇ સરકાર ના બનાવી શકે. વધુમાં જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર મુદ્દ ટિપ્પણી કરવી વહેલુ ગણાશે.

Bhagavat karad

મહારાષ્ટ્રમાં જે રીતે રાજ્યસભા અને વિધાનપરિષદમાં જે રીતે ક્રોસ વોટિંગ કરવામાં આવ્ય છે તેના થી સ્પષ્ટ થાય છે કે, ધારાસભ્યો નારાજ છે. શિવસેનાના નેતા સંજય રૌતના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, સંજય રૌતના નિવેદન પર વધારે બરોષો ના કરી શકાય. ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્રને શુ લેવાદેવ તેમ જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, શિવસેના પ્રવક્તા સંજય રૌત જણાવ્યુ હતુ કે, ગુજરાત પોલીસ દ્વારા ધારાસભ્યને ડરવા ધમકાવીને રાખવામાઁ આવ્યા છે.

રાજ્યમાં દર એક લાખે બેન્કની 14 બ્રાન્ચ હોવી જોઇએ તેની સામે ગુજરાતમાં 16 બ્રાન્ચ આવેલી છે. તેમજ દર એક લાખની વસ્તીએ 18 એટીએમ હોવા જોઇએ તેની સામે ગુજરાતમાં 20 એટીએમ આવેલા છે. ગુજરાતમાં બેન્કીગ સિસ્ટમ સારી છે.

ગુજરાતમા નાબાર્ડ ઓફિસમાં એક મીટિંગ કરી હતી જ્યા ફાયનાન્સ લીટરસી વેનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. તેમજ સ્ટ્રીટ વેન્ડરને જલ્દી લોન મળે તે માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા.ઓગસ્ટ મહિનામાં સંસદના સત્ર પુરુ થયા બાદ ફરી એક વાર પરત ફરીને યોજનાઓનું ડિસ્ટ્રીબ્યુનશ કરવામાં આવશે. તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ હતુ.

કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રીએ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવીને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની રિવ્યુ મિટિંગ કરી હતી. રાજ્યમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રીના નામે ચાલતી વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી જનધન ખાતા, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, કિશાન ક્રેડિટ કાર્ડ, સ્વનિધિ યોજનાની માહિતી મેળવી હતી. જીવન જ્યોત યોજના અટલ પેન્શન યોજના ની રિવ્યુ લેવામાં આવી હતી.

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રીએ જણાવયુ હતુ કે, દેશના આઝાદીના 75 વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમતે અમદાવાદના સાબરમતિ નદીના કિનારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓની સાથે યોગ કર્યા હતા.

અમૃત મહોત્સવ અતંર્ગત દેશના 75 જગ્યાએ યોગ કરવામાં આવ્યા હતા. આ વર્ષે યોગની થીમ માનવતા હતી. યોગ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો થતો હોવાનું મંત્રીએ જણાવ્યુ હતુ.

English summary
What to give to Gujarat Police and Maharashtra: Bhagwat Karat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X