મનસુખ વસાવાએ રાજીનામું આપતાં ભાજપના શ્વાસ અધ્ધર, માંડ માન્યા

મનસુખ વસાવાએ રાજીનામું આપતાં ભાજપના શ્વાસ અધ્ધર, માંડ માન્યા

ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, તે પહેલાં ભાજપ તમામ 6 કોર્પોરેશન પર કબ્જો જમાવવા માટે બનતું બધું જ કરવા માંગશે, ત્યારે મનસુખભાઈ વસાવાએ ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપી દેતાં ભાજપના મોવડીમંડળમાં ચિંતા પ્રવર્તી ગઈ હતી. મનસુખભાઈ વસાવા ભરૂચથી સાંસદ છે.

mansukh vasava

Recommended Video

મનસુખ વસાવા આખરે માની ગયા, રાજીનામું પરત ખેંચતા ભાજપે હાશકારો અનુભવ્યો

જણાવી દઈએ કે મનસુખભાઈ વસાવાએ પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલ્યો હતો. એટલું જ નહિ તેઓ લોકસભાના અધ્યક્ષને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર પણ મોકલવાના હતા. પરંતુ આ જાહેરાત બાદ થયેલા રિસામણા મનામણા બાદ આખરે સીઆર પાટિલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગણપત વસાવા સાથેની બેઠક બાદ મનસુખભાઈ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું.

મીડિયા સાથે વાત કરતાં મનસુખભાઈ વસાવાએ કહ્યું કે, મને સરકાર કે પક્ષથી કોઈ વાંધો નથી. મારું સ્વાસ્થ્ય સારું ના હોવાના કારણે મેં રાજીનામું આપ્યું હતું. પરંતુ કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત બાદ મેં મારો નિર્ણય બદલ્યો છે. સાંસદ તરીકે હું ચાલુ રહીશ, રાજીનામાનો નિર્ણય પાછો લઉં છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X