For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકરસિંહ વાઘેલાએ રામ મંદિર મુદ્દે વિવાદ છેડ્યો, કહ્યું- રામ ટેન્ટમાં રહે કે મંદિરમાં, તેનાથી કોઈ ફરક પડતો નથી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મૈદાન તૈયાર છે. તમામ પાર્ટીઓ ઉમેદવારોને જીતાડવા માટે મેદાનમાં ઉતરી ચુકી છે. ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હવે રામ મંદિરની એન્ટ્રી થઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મૈદાન તૈયાર છે. તમામ પાર્ટીઓ ઉમેદવારોને જીતાડવા માટે મેદાનમાં ઉતરી ચુકી છે. ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હવે રામ મંદિરની એન્ટ્રી થઈ છે. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બીજેપી પર પ્રહારો કર્યા છે અને રામ મંદિરને લઈને બીજેપી માત્ર માર્કેટીંગ કરતી હોવાનો આરોપ લગાવ્યો છે.

shankar singh vaghela

બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, રામ ટેન્ટમાં રહે કે મંદિર, તેનાથી કોઈ ફરક પડતો નથી. ભાજપ મંદિરને લઈને માર્કેટિંગ કરે છે. ફરક એ વાતથી પડે છે કે ગરીબોને ભોજન અને રોજગાર મળે છે કે નહીં? આ મહત્વનું છે. આ નિવેદન સામે આવ્યા બાદ ભાજપે હવે મોરચો ખોલ્યો છે. બીજેપીએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલાએ ભગવાનનું અપમાન કર્યું છે.

અહીં શંકરસિંહ વાઘેલાએ અરવિંદ કેજરીવાલને પણ નિશાના પર લીધા હતા. તેમણે આગળ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ ક્યારેય નેતા બની શકે નહી., IAS/IPS ઓફિસર ક્યારેય સારા નેતા બની શકતા નથી. કેજરીવાલ સંઘના માણસ છે, ભાજપ માટે કામ કરે છે. આરએસએસ હવે ભાજપમાં ભળી ગયું છે. તેની વિચારસરણી હવે મુક્ત નથી.

અહીં તમને જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલા ગુજરાતના મોટા નેતા છે. મુખ્યમંત્રી અને સાંસદ રહી ચુકેલા શંકરસિંહે હવે રામ મંદિરને લઈને નવો વિવાદ છેડ્યો છે. અહીં એક વાત એ પણ ઉલ્લેખનિય છે કે, શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસની ટિકિટ પર બાયડથી ચૂંટણી લડી રહ્યા છે.

English summary
Whether Ram lives in a tent or a temple, it doesn't matter-Shankarsinh Vaghela
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X