Who is Dhaval patel: કોણ છે ધવલ પટેલ? વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપે આપી ટીકિટ

Who is Dhaval patel: ગુજરાત અને કેન્દ્રમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં વધુ 7 લોકસભા ઉમેદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં નવા નામો પૈકી એક ધવલ પટેલ વલસાડ લોકસભા બેઠક માટે ઉમેદવાર છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે.

સુરત સ્થિત ધવલ પટેલ દક્ષિણપંથી ટ્વિટર હેન્ડલ્સમાં જાણીતું નામ છે. ધવલ પટેલ ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના નેશનલ સોશિયલ મીડિયા ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. તેમણે એક પુસ્તક લખ્યું છે, ભારત કે જનજાતિ ક્રાંતિવીર; સ્વતંત્રતા સંગ્રામ કી 75 અનસુની કહાનિયા.

Who is Dhaval patel

ધવલ પટેલે SVNIT સુરતમાંથી B.Tech અને સિમ્બાયોસિસ પુણેમાંથી MBA કર્યું છે. તેમણે કમ્પ્યુટર એન્જિનિયર તરીકે IBM, Capgemini અને Accentureમાં કામ કર્યું છે. તેમણે અમેરિકા, યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં પણ કામ કર્યું હતું. તેમણે 2021 માં નોકરી છોડી દીધી અને ભાજપ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે. તેઓ મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની છે. તેઓ ધોડિયા પટેલ આદિવાસી સમુદાયના છે.

વર્ષ 2009થી ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2013માં ધવલ પટેલને ટ્વિટર પર ફોલો કરતા થયા હતા. જે બાદ અમિત શાહે તેમને ટ્વિટર પર ફોલો કરવાની શરૂઆત કરી હતી. જે બાદ ધવલ પટેલ વર્ષ 2014 અને વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે ઓનલાઇન કેમ્પેનિંગ કરી રહ્યા છે.

વર્ષ 2021માં ધવલ પટેલે કેપજેમનીમાં ડાયરેક્ટર પદથી રાજીનામું આપ્યું હતું, જે બાદ સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ગયા હતા. ધવલ પટેલ એશિયા સ્પેસિફિકના હેડ રહ્યા હતા. આશરે 35 લાખ રૂપિયા પેકેજ વાળી નોકરી છોડીને ધવલ પટેલ ભાજપામાં જોડાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X