Who is Haribhai Patel : કોણ છે હરિભાઇ પટેલ, મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપે આપી ટીકિટ
Who is Haribhai Patel: સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતમાં 26 બેઠકોવાળી લોકસભા ચૂંટણી માટે વધુ 6 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં મહેસાણા બેઠક માટે હરિભાઈ પટેલને પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
હરિભાઈ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણોક ગામના વતની છે. તેઓ 84 કડવા પાટીદાર સમાજના અગ્રણી વ્યક્તિઓમાંના એક છે. તેઓ મહેસાણા જિલ્લા પંચાયતની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે.

હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ પણ છે. ભારતીય જનતા પાર્ટીએ અગાઉ શારદાબેન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા, જેમનો કાર્યકાળ હવે પૂરો થશે. શારદાબેને પાર્ટીને જણાવ્યું હતું કે, તેઓ ફરીથી ચૂંટણી લડવા ઇચ્છુક નથી.












Click it and Unblock the Notifications
