Who is Nimuben Bambhaniya: કોણ છે નિમુબેન બાંભણીયા? ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપે આપી ટીકિટ
Who is Nimuben Bambhaniya: સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતમાં વધુ 7 લોકસભા ઉમેદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં એક નવું નામ ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણીયાનું છે.
નિમુબેન બાંભણીયા ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર છે. તેઓ પક્ષના જૂનાગઢ શહેર એકમ માટે ભાજપ પ્રભારી છે. તેઓ કોળી સમુદાયમાંથી આવે છે.
નિમુબેન B.Sc., B.Ed. નો અભ્યાસ કર્યો છે. તેઓ શિક્ષક પણ રહી ચૂક્યા છે. નિમુબેન તળપદા કોળી સમાજમાંથી આવે છે. તેઓ વર્તમાન સમયમાં ભાવનગરના 150 ફૂટ રિંગ રોડ પર પરિવાર સાથે રહે છે. નિમુબેન વર્ષ 2004થી ભાજપમાં જોડાયેલા હતા.

નિમુબેન બાંભણિયા નગરસેવક તરીકે ત્રણ ટર્મ રહ્યા છે. તેઓ વર્ષ 2005 થી 2020 સુધી અને સૌથી વધુ મતની લીડથી નિમુબેન બાંભણીયા ઘોઘા સર્કલ વોર્ડમાં જીત મેળવી હતી. નિમુબેન બાંભણીયા ભાવનગર નગરપાલિકાના મેયર તરીકે બે ટર્મ 2015 થી 2018 અને 2009 થી 2010 રહી ચૂક્યા છે. નિમુબેન બાંભણીયા ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 2011થી 2016 દરમિયાન ડારેક્ટર રહી ચુક્યા છે.
ભાજપ સાથે જોડાયેલા નિમુબેન બાંભણિયા વર્ષ 2011થી 2013 ગુજરાત પ્રદેશમાં ઉપપ્રમુખ રહી ચુક્યા છે. જે બાદ તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચામાં 2013 થી 20021 ઉપપ્રમુખ પદે રહી ચુક્યા છે. ભાવનગર શહેર મહિલા મોરચામાં નિમુબેન વર્ષ 2009 થી 2011 પ્રમુખ રહ્યા છે. આ સાથે વર્ષ 2008 થી 2010 ભાવનગર શહેર સંગઠનમાં પણ ઉપપ્રમુખ રહી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, નિમુબેન બાંભણીયા અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીમાં સભ્ય છે. આ સાથે રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી તરીકે 2022થી કાર્યરત છે. આ સાથે સમસ્ત કોળી સમાજ સેવા મંડળ પારૂલ સોસાયટીમાં ઉપપ્રમુખ છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન પણ કરે છે. આ સાથે નિમુબેન બાંભણીયા ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનમાં સભ્ય છે.












Click it and Unblock the Notifications
