ભાજપ પ્રદેશ પ્રમુખના નામની અવઢવ યથાવત!
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોની વરણી કરવી તે બાબત ગુજરાત ભાજપ હજીય મૂંઝવણમાં છે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી દિલ્હી જવાના છે ત્યારે આ નામ નક્કી થાય તેવી શક્યતા છે. સરકાર નજીકન સૂત્રો જણાવી રહ્યા છે કે પ્રદેશ પ્રમુખની પસંદગી ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતમાંથી થાય તેવી પ્રબળ સંભાવના છે.
ભરૂચના વતની સ્વચ્છ છબી ધરાવતા સરળ સ્વભાવના ભરતસિંહ પરમાર પર પસંદગીનો કળશ ઢોળાય તેવી પણ પ્રબળ શક્યતા રહેલી છે. ભરતસિંહ પરમાર સંગઠન પર સારી પકડ જમાવે છે તેમજ સંઘના શિસ્તબદ્ધ કાર્યકર્તા છે, તેઓ પીએમ મોદીની અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી નજીક છે.

વળી તે પ્રદેશ ભાજપના ત્રણ ટર્મથી મહામંત્રી છે અને રાજ્યસભાના બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. તો ઓબીસી સમાજમાંથી આવતા જયસિંહ ચૌહાણ પણ આ પદ માટે સંભવિત યાદીમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
