ડીજીપી પી.પી.પાન્ડેયના હટાવાયા, જાણો કોણ બનશે નવા DGP

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી પી.પી. પાન્ડેયર સુપ્રીમ કોર્ટના આદેશથી હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે ડીજીપી પી.પી.પાન્ડેય ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપી છે. સાથે જ તેમણે રાજ્ય સરકારને બે દિવસ પહેલા પત્ર લખી ને જણાવ્યું હતું કે તેમને ડી.જી ની સેવા માંથી મુક્ત કરવામાં આવે. સરકાર દ્વારા આજે સુપ્રીમમાં જણાવવામાં આવ્યું કે પી.પી.પાન્ડેયને એપ્રિલ મહિના સુધી ડી.જી ને તેમની પોસ્ટ પર યથાવત રાખવામાં આવે પરંતુ સુપ્રીમ દ્વારા સરકારની આ માંગને સ્વીકારવામાં આવી નથી. સાથે જ કોર્ટે વહેલી તકે નવા ડી.જી ની નિમણૂંક કરવામાં આવે તેવું જણાવ્યું છે. જે બાદ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતાા. જ્યાં માનવામાં આવી રહ્યું છે કે રાજ્યના નવા પોલીસ વડા અંગે ચર્ચા કરવામાં આવશે.

P p pandey

નોંધનીય છે કે હાલ જે નવા ડીજીપીના નામ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમાં ગીતા જોહરી અને પ્રમોદ કુમારનું નામ મોખરે ચાલી રહ્યું છે. સૂત્રો ના જણાવ્યા અનુસાર સરકાર પ્રમોદ કુમારને ઈન્ચાર્જ ડી.જી તરીકે નિમણુંક આપે તેવી સંભાવનાઓ પ્રબળ છે. જો કે પ્રમોદ કુમાર, ગીતા જોહરીના જુનિયર છે. ગીતા જોહરી એ 1982 ના આઈ.પી.એસ છે જ્યારે પ્રમોદ કુમાર એ 1983 ના આઈ.પી.એસ છે. જે જોતા જો પ્રમોદ કુમારને નવા ડીજીપી બનાવવામાં આવે તો સરકાર વધુ એક વિવાદમાં ફસાઇ શકે છે તેવી સંભાવના છે. આ સાથે જ શીવાનંદ જા (1983), તીર્થ રાજ (1984), વિપુલ વીંજોય (1983)ના નામ પર પણ ચર્ચાઓ થઇ રહી છે.

English summary
Who will become new DGP of Gujarat after P.P.Pandey read here.
Please Wait while comments are loading...