For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

31 માર્ચ સુધી આખુ ગુજરાત લૉકડાઉન, કોરોના સંક્રમિતોની સંખ્યા 30ને પાર

31 માર્ચ સુધી આખુ ગુજરાત લૉકડાઉન, કોરોના સંક્રમિતોની સંખ્યા 30ને પાર

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાઈરસથી સંક્રમિતોની સંખ્યા 30 સુધી પહોંચી ગઈ છે જ્યારે એકનું મોત થઈ ચૂક્યું છે. રાજ્યની બધી જ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓને રોકવા માટે પોલીસ અને સેનાની મદદ લેવામાં આવશે. વિધાનસભા સત્ર પણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં 11108 લોકોને હૉમ ક્વારંટાઈન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં કોરોના સંક્રમણના 12 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 13, વડોદરામાં 6, સુરત અને ગાંધીનગરમાં 4-4 મામલા આવ્યા છે.

રૂપાણીએ આખું ગુજરાત લૉકડાઉન કર્યું

રૂપાણીએ આખું ગુજરાત લૉકડાઉન કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાને પગલે ગુજરાતમાં 31 માર્ચ સુધી લૉકડાઉન રહેશે, રાજ્યની સીમાઓ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. રૂપાણીએ જનતાને અપીલ કરી કે આ હાલાતને ગંભીરતાથી લો, અતિ જરૂરી કાર્ય હોય તો જ ઘરેથી બહાર નિકળો. દૂધ, દવા, રાશનની દુકાનો પણ દિવસમાં 2 કલાક જ ખુલ્લી રહેશે. રૂપાણીએ વિધાનસભા સ્થગિત કરવાનો પ્રસ્તાવ રાખ્યો જેને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમર્થન આપ્યું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ગત 14 માર્ચે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ આવી જ માંગ કરી હતી.

પોલીસ સખ્તાઈથી કાર્યવાહી કરશે

પોલીસ સખ્તાઈથી કાર્યવાહી કરશે

અમદાવાદ મેયર બીજલ પટેલ અને મનપા કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે લોકો આ હાલાતમાં પણ ઘરેથી નીકળીને રસ્તાઓ પર આવી રહ્યા છે જેમની સામે અસામાજિક તત્વોની જેમ નિપટવામાં આવશે. તેમણે સેના અને પોલીસના જવાનની મદદ માટે પ્રશાસન પાસે પણ મદદ માંગી છે. નેહરાએ અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા સાથે ફોન પર વાત કરી આવા લોકો સામે કડરાઈથી નિપટવા કહ્યું છે.

કોરોનાના ઈલાજનો ફોર્મ્યુલા તૈયાર

કોરોનાના ઈલાજનો ફોર્મ્યુલા તૈયાર

આ દરમિયાન ગુજરાત સ્વાસ્થ્ય વિભાગના પ્રધાન સચિવ ડૉ જયંતી રવિનો દાવો છે કે ભારતમાં બે દવાઓનો એક ફોર્મ્યુલા તૈયાર થયો છે જેનાથી કોરોનાવાઈરસ ઠીક થઈ શકે છે. રવિનું એમ પણ કહેવું છે કે આ દવાઓને બિનજરૂરી ના લેવી, તબીબની સલાહ બાદ જ દવાનો ઉપયોગ કરવો.

અમદાવાદમાં 19ની ધરપકડ

અમદાવાદમાં 19ની ધરપકડ

કોરોનાવાઈરસને ફેલતો રોકવા માટે રવિવારે કર્ફ્યૂ બાદ સાંજે પાંચ વાગ્યે તાળી અને થાળી વગાડી જુલૂસ કાઢવાના આરોપમાં અમદાવાદ શહેર પોલીસે ખાડિયા વિસ્તારના 19 લોકો સામે કલમ 144ના ભંગના આરોપમાં ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને 135 અંતર્ગત એફઆઈઆર નોંધી તેમની ધરપકડ કરી લીધી છે.

Coronavirus in Gujarat Live: ગુજરાતમાં અત્યાર સુધીમાં 30 પોઝિટિવ કેસ અને 1નું મોતCoronavirus in Gujarat Live: ગુજરાતમાં અત્યાર સુધીમાં 30 પોઝિટિવ કેસ અને 1નું મોત

English summary
whole gujarat locked down till 31st march, borders has been sealed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X