For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી બાદ એક પણ મુખ્યમંત્રી 5 વર્ષ કેમ પુરા નથી કરી શકતા?

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં ભાજપને સત્તા ટકાવી રાખવા ફાફા પડી રહ્યા છે. પહેલા પાટીદાર આંદોલન અને હવે કોરોનાએ ગુજરાત ભાજપની ઉંઘ હરામ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં ભાજપને સત્તા ટકાવી રાખવા ફાફા પડી રહ્યા છે. પહેલા પાટીદાર આંદોલન અને હવે કોરોનાએ ગુજરાત ભાજપની ઉંઘ હરામ કરી છે. આ પહેલા આનંદીબેન પટેલને પાટીદાર આંદોલનના કારણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવુ પડ્યુ હતુ અને હવે કોરોનામાં સરકારની કામગીરીની પોલ ખુલી જતા વિજય રૂપાણીએ રાજીનામું આપવુ પડ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં એક પણ મુખ્યમંત્રી 5 વર્ષની ટર્મ પુરી કરી શખ્યા નથી.

Vijay Rupani

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા ગુજરાતની જવાબદારી આનંદીબેન પટેલના હાથમાં આવી હતી. આનંદીબેનના શરૂઆતના સમયમાં એક સારા મુખ્યમંત્રી તરીકે ગણતરી થઈ પરંતુ પાટીદાર આંદોલને ખુરસી છીનવી લીધી. પાટીદાર અનામન આંદોલન બાદ પાટીદારોની નારાજગીન કારણે આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડયુ. આનંદીબેન પટેલ 22 મેં 2014 થી 7 ઓગસ્ટ 2016 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યાં. સવા બે વર્ષમાં જ તેમને રાજીનામું આપવું પડ્યું.

આનંદીબેનના રાજીનામાં બાદ આ જવાબદારી વિજય રૂપાણીને આપવામાં આવી. વિજય રૂપાણી માટે મુખ્યમંત્રી પદની જવાબદારી સરપ્રાઈઝ સમાન હતી. ગુજરાતમાં તેનાથી મોટા નામ ચર્ચામાં હતા ત્યારે પાર્ટીએ વિજય રૂપાણીના નામની જાહેરાત કરી તમામને ચોકાવી દીધા. જો કે વિજય રૂપાણીએ 2017 ની વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ફરીથી મુખ્યમંત્રી પદ સંભાળ્યુ. પરંતું નબળુ નેતૃત્વ અને કોરોનામાં સરકારની નબળી કામગીરી બાદ વિજય રૂપાણીએ પણ મુખ્યમંત્રી ગુમાવવાનો વારો આવ્યો. વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 થી 11 સપ્ટેમ્બર 2021 સુધી મુખ્યમંત્રી પદે રહ્યાં.

જો કે નરેન્દ્ર મોદી પણ તેમની છેલ્લી ટર્મ નહોંતી પુરી કરી શક્યા, પરંતું તે કેન્દ્રમાં વડાપ્રધાન થઈને જતા આ જગ્યા ખાલી થઈ હતી. તેની પાછળ કોઈ અન્ય કારણ ન હતું.

English summary
Why can't a single Chief Minister complete 5 years after Narendra Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X