For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકાર કર્મચારી સંઘે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015નો બહિષ્કાર કરવાની ધમકી આપી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 ડિસેમ્બર : ગુજરાતને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન મળ્યા છે. જો કે મુખ્યમંત્રી બન્યા બાદ તેમની મુશ્કેલીઓનો અંત આવતો દેખાઇ રહ્યો નથી. ચૂંટણીમાં પરીક્ષા થયા બાદ હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015ના સફળતાપૂર્વક આયોજનની કસોટી તેમની સામે આવીને ઉભી છે ત્યારે ગુજરાત સરકારના કર્મચારી સંઘે તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2015નો બહિષ્કાર કરવાની ધમકી રાજ્ય સરકારને આપી છે.

vibrant gujarat summit 2015

ગુજરાત રાજ્ય કર્મચારી સમન્વય સમિતિએ આ ધમકી આપી છે. આ અંગે સમિતીના પ્રવક્તા આર.એ.પટેલે જણાવ્યું હતું કે આ ધમકીના પગલે આગળ કેટલીક વાટાઘાટો કરવા માટે 9 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં એક બેઠક બોલાવવામાં આવી છે. અમારી સમિતીમાં રાજ્યના અંદાજે 8 લાખથી વધારે કર્મચારીઓ છે.

પટેલે ઉમેર્યું કે અમે કેટલાય મહિનાઓથી સરકારી પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે અમારી માગો વિશે કેટલાક સકારાત્મક સંકેત પણ આપ્યા હતા, પરંતુ અમારી માગો હજી પણ પૂરી થઈ નથી આથી અમારી પાસે કોઈ વિકલ્પ બાકી નથી.

તેમણે ઉમેર્યું કે જો કર્મચારીઓની માગ પૂરી ન થાય તો જાન્યુઆરી 2015માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો તેઓ અસહયોગ આપીને બહિષ્કાર કરશે. જેના કારણે સમિટના આયોજનમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. આ બાબત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ માટે નાલોશી સાબિત થકે છે.

English summary
Why Gujarat government employees union threatened to boycott 'Vibrant Gujarat Summit 2015'?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X