હાર્દિક પટેલે ટ્વિટ કરી વાજપેયીથી લઇને શહિદોને કેમ કર્યા યાદ?

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે રાજકારણ અને આંદોલનકારીઓના સમીકરણો બદલાઇ નજરે આવી રહ્યા છે. રવિવારે કોંગ્રેસ સાથે સકારાત્મક વાત થયા પછી મોડી રાતે ટિકિટ મામલે ઊભા થયેલા નવા વિવાદ અને તે પછી કોંગ્રેસની ટિકિટ પર લલિત વસોયા જેવા પાસ નેતાઓના જોડાણ પછી હાર્દિક પટેલે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પછી એક ટ્વિટ કર્યા છે. જેમાં તેણે પોતાાના માટે નહીં પણ સમાજ અને શહિદ પરિવારો માટે સાથે રહેવાની વાત કરી છે.

hardik patel

જે બતાવે છે કે ક્યાંકને ક્યાંક પાસમાં પણ વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે દિનેશ બાંભણીયા ઉત્તર ગુજરાત પાસ વચ્ચે પણ નારાજગીની વાતો બહાર આવી છે. પાસના જ કેટલાક લોકો દિનેશને એનસીપીનો માણસ કહી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે રાજકારણમાં એટલા પણ ના ડૂબો કે વીરોની શહીદી ભૂલાઇ જાય. વધુમાં તેણે એક વીડિયો પણ બહાર પાડ્યો છે જે દ્વારા હાર્દિક પટેલને સમર્થન આપવાની વાત પણ કરવામાં આવી છે. ત્યારે જાણો આ ટ્વિટ અને વીડિયો વિષે અહીં...

English summary
Why Hardik Patel remembered Atal Bihari vajpayee in his tweet today? Read here in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.