ગુજરાતની ચૂંટણીમાં ભાજપનો હિન્દુત્વનો એજન્ડા કેમ ગાયબ?

ગુજરાતમાં સામાન્ય રીતે કોઇપણ ચૂંટણી હોય ત્યારે હિન્દુત્વનો એજન્ડા અને નરેન્દ્ર મોદીનો કરિશ્મા ભાજપનો મુખ્ય ચૂંટણી એજન્ડા હોય છે.

ગુજરાતમાં સામાન્ય રીતે કોઇપણ ચૂંટણી હોય ત્યારે હિન્દુત્વનો એજન્ડા અને નરેન્દ્ર મોદીનો કરિશ્મા ભાજપનો મુખ્ય ચૂંટણી એજન્ડા હોય છે. ત્યારે, આ વખતની ચૂંટણીમાં ભાજપ પોતાનો હિન્દુત્વનો એજન્ડા લોકો વચ્ચે ઉતારવામાં અસફળ જોવા મળી રહ્યું છે. જોકે, ગુજરાતને ભાજપની હિન્દુત્વની લેબ માનવામાં આવે છે. પરંતું, આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ભાજપને પણ રાજ્યના બેઝીક મુદ્દાઓ અને સમસ્યાઓ પર ચર્ચા કરવાની અને વિકાસના એજન્ડા પર મેદાનમાં આવવાની ફરજ પડી હોવાનું જોવા મળી રહ્યું છે.

PM Modi

ભાજપ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી શાસન કરી રહ્યું છે. ગુજરાતમાં કેશુ પટેલથી માંડીને ભુપેન્દ્ર પટેલ સુધી અનેક મુખ્યમંત્રીઓએ રાજ્યની ધૂરા સંભાળી છે. પરંતું, રાજ્યના મુખ્ય મુદ્દા આધારીત ચૂંટણી લડવાના બદલે ભાજપ હિન્દુત્વના એજન્ડા પર જ ચૂંટણીને પ્રાધાન્ય આપતી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ પણ ક્યાંકને ક્યાંક તો ભાજપના આ મુદ્દાઓને પોષીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ એજન્ડાને હવા આપતી રહી છે. ત્યારે, આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મુદ્દા આધારીત ચૂંટણીની સાથે સાથે ભાજપના હિન્દુત્વના એકાધિકારને પણ નષ્ટ કરવાનું કામ કરી રહી છે.

આ કારણે મતદારોને પણ રાજ્યના બેઝિક પ્રશ્નો પ્રત્યે વધારે દિલચસ્પી જોવા મળી રહી છે. ભાજપને પોતાના હિન્દુત્વના મુદ્દાને સોફ્ટકોર્નર આપવાની ફરજ પડી રહી છે. જેના કારણે, આ વખતે મુદ્દા આધારીત રાજનીતિ વધુ જોવા મળે તો નવાઇ નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X