For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ આ કારણે મુસ્લીમ નેતાને ના આપી ટીકિટ

|
Google Oneindia Gujarati News

Narendra modi
અમદાવાદ, 10 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીને લગતી એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણને માત્ર ત્રણ જ દિવસ બાકી છે ત્યારે હિન્દુસ્તાનટાઇમ્સે એક અહેવાલ રજૂ કર્યો છે જેમાં જણાવાયું છે કે મોદી અને તેમની કોર કમિટિએ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લીમ ઉમેદવાર ઉભો રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ આ નિર્ણય રદ કરાયો.

અહેવાલ અનુસાર નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2011માં કરેલા સદભાવના ઉપવાસ બાદ પોતાની મુસ્લીમ વિરોધી છબી સુધારવા ભાજપ દ્વારા મુસ્લીમ ઉમેદવાર ઉભો રાખવા માગતા હતાં, પરંતુ તેમણે અને તેમની કોર કમિટિએ છેલ્લી ઘડીએ આ નિર્ણય એટલા માટે પડતો મૂક્યો કારણ કે તેઓ લઘુમતીઓને રિજવવા પોતાના બહુમતિ મતબેન્કને નારાજ કરવા માગતા ન્હોતા.

'આ નિર્ણય વિધાનસભાની ચૂંટણીમાં એક જુગાર રમવા બરાબર સાબિત થઇ જતો, કારણ કે ગુજરાતમાં હિન્દુ વોટર મોદીને હિન્દુ રક્ષક તરીકે જુએ છે' એવું બીજેપીના એક વરિષ્ઠ નેતાએ હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું. માટે મોદીએ લઘુમતિ વોટ તરફ નહી પરંતુ બહુમતિ વોટ તરફ લક્ષ્ય રાખી એક પણ મુસ્લીમ નેતાને ટીકિટ આપી નહીં.

તેમણે જણાવ્યું કે 'જો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ 2014ની સામાન્ય ચૂંટણી માટે પ્રોત્સાહિતકર્તા રહેશે ત્યારબાદ મોદી માટે પોતાની સિમ્બોલીક છબી બનાવવાનો પૂરતો સમય મળી રહેશે. ત્યારબાદ પાર્ટી યોગ્ય સમય જોઇને રાજ્યસભામાં મુસ્લીમ ઉમેદવાર ઉતારશે.'

જોકે બીજેપી પ્રવક્તા નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે 'મોદીના સદભાવના ઉપવાસ એ કોઇ મુસ્લીમ સમુદાયને રિઝવવા માટે ન્હોતા, નહી કે તેમનું સમર્થન મેળવવા. જ્યારે અમે દરેક બેઠક પરથી લડી રહ્યા છીએ ત્યારે જીતવાની ક્ષમતા મહત્વની છે, અમે કોઇને મનાવવામાં માનતા નથી.'

મોદી જ્યારે 6 કરોડ ગુજરાતીઓની વાત કરતા હોય ત્યારે તેમાં દરેક ધર્મ અને જાતિના લોકોનો સમાવેશ થઇ જાય છે. અને આ વખતે ભાજપની ચૂંટણી રણનીતિ પણ 'એક મત ગુજરાત' પર નિર્ભર છે. પરંતુ એ બધાની વચ્ચે ભાજપ હિન્દુત્વવાદી વલણ કેવીરીતે છોડી શકે.

મોદી અને તેમના અંગત સલાહકારોએ મુસ્લીમ નેતાને ટીકિટ નહી આપવા પાછળનું એક બીજુ કારણ એ પણ દર્શાવી શકાય કે કેશુભાઇની ગુજરાત પરિવર્તન પાર્ટીએ પણ એક પણ મુસ્લીમ નેતાને ટીકિટ આપી નથી. આથી જો ભાજપ મુસ્લીમ નેતાને ટીકિટ આપે તો હિન્દુઓ નારાજ થઇને કેશુભાઇની પાર્ટી તરફ વળી જાય.

English summary
Why Narendra Modi did not give tickit to any muslim leader?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X