For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM નરેન્દ્ર મોદીને ગુજરાત કેડરના અધિકારીઓ જ કેમ વિશ્વાસ?

|
Google Oneindia Gujarati News

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતનું સુકાન સોંપાયાને હજી અઢી મહિના થયા છે. આ દરમિયાન તેમણે પોતાના પસંદના અધિકારીઓને ગુજરાતથી દિલ્હી બોલાવી લીધા છે. આ અધિકારીઓ છેલ્લા 13 વર્ષથી ગુજરાત સાથે સંબંધ ધરાવતા હતા. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે, ત્યારથી આ અધિકારીઓ રાત-દિવસ જોયા વગર ગુજરાતના વિકાસના નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવામાં લાગી ગયા છે.

અઢી મહિનનાના ટૂંકા સમયગાળામાં ગુજરાતના અંદાજે એક ડઝન જેટલા અધિકારીઓ દેશના મહત્વના ગણાતા હોદ્દાઓ જેવા કે પીએમઓમાં નિયુક્તિ, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં નિયુક્તિ અને ભારત સરકારના સચિવ તરીકે નિયુક્તિ પામ્યા છે.

PMOની જ વાત કરીએ તો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (IAS - આઇએએસ)માં ગુજરાત કેડરના 6 જેટલા સેવાવૃત્ત કે નિવૃત્ત અધિકારીઓ છે. તેઓ નરેન્દ્ર મોદી સાથે ખુબ નજીકથી જોડાયેલા છે. આ અધિકારીઓ નરેન્દ્દ્ર મોદીના અસરદાર નિર્ણયો પાછળ મહત્વની ભૂમિકા ભજવે છે.

આવો જાણીએ આ અધિકારીઓ કોણ છે...

પી કે મિશ્રા

પી કે મિશ્રા


આવા અધિકારીઓમાં પ્રથમ સ્થાને પી કે મિશ્રા આવે છે. તેઓ કોઇ પણ મહત્વના નિર્ણય લેવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તેઓ નરેન્દ્ર મોદીના અધિક સચિવ છે અને સીધા પીએમને રિપોર્ટ કરે છે. તેઓ 1996ની બેચના ગુજરાતકેડરના નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ વર્ષ 2001થી 2004 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ હતા.

રાજીવ ટોપ્નો

રાજીવ ટોપ્નો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ રાજીવ ટોપ્નો વર્ષ 1996ની બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જોઇન્ટ સીઇઓ તરીકે કાર્યરત હતા. ટોપ્નોની સાથે અન્ય એક અંગત સચિવ ભારતીય વિદેશ સેવાના અધિકારી સંજીવ કુમાર સિંગ્લા છે.

અરવિંદ કુમાર શર્મા

અરવિંદ કુમાર શર્મા


વર્ષ 1988ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી અરવિંદ કુમાર શર્મા હાલ પીએમઓમાં સંયુક્ત સચિવ છે. તેઓ ભારતના ઉદ્યોગ ગૃહો સાથે સારો ઘરોબો ધરાવે છે. શર્માએ નરેન્દ્ર મોદીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન અને ટાટા નેનોનો પ્લાન્ટ ગુજરાતમાં લાવવામાં સફળતા અપાવી છે.

સંજય ભાવસાર, હિરેન જોશી, જગદીશ ઠક્કર

સંજય ભાવસાર, હિરેન જોશી, જગદીશ ઠક્કર


આ ત્રણ અધિકારીઓ સંજય ભાવસાર, હિરેન જોશી, જગદીશ ઠક્કર એવા નામ છે જે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં તેમની સાથે હતા અને આજે પીએમઓ માટે કામ કરે છે. PMOમાં જગદીશ ઠક્કર પ્રેસ સંબંધિત બાબતો, સંજય ભાવસાર વિવિધ એપોઇન્ટમેન્ટ્સ અને હિરેન જોશી સોશિયલ મીડિયાનું વ્યવસ્થાપન સંભાળે છે.

ભરત લાલ

ભરત લાલ


ભરત લાલ નવી દિલ્હીમાં ગુજરાતના રેસિડેન્ટ કમિશનર છે. એવા સમાચાર પણ આવ્યા છે કે લાલ પીએમઓમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે જોડાશે. જો કે તેમ અત્યાર સુધી બન્યું નથી. જો કે તેમને સરકારમાં મહત્વનું સ્થાન આપવામાં આવશે તેમ માનવામાં આવે છે.

રાજેશ કિશોર

રાજેશ કિશોર


રાજેશ કિશોરને NHRCમાં સચિવ બનાવવામાં આવ્યા છે. તેઓ 1980ની સાલના IAS ઓફિસર છે. તેઓ પહેલા GSDMAમાં 2005થી 2009 દરમિયાન સીઇઓ રહ્યા હતા. આ ઉપરાંત તુષાર મહેતાને ગુજરાતના એડવોકેટ જનરલને બદલે ભારતના આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ બનાવવામાં આવ્યા છે.

હરકૃષ્ણ દાસ

હરકૃષ્ણ દાસ


તેઓ 1980ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેમને જુલાઇ, 2014માં ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ સેક્રેટરિયેટમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગૌરી કુમાર

ગૌરી કુમાર


વર્ષ 1979 બેચના ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે નરેન્દ્ર મોદી સાથે ખુબ નજીકથી કામ કર્યું છે. હાલ તેઓ કેન્દ્રમાં શ્રમ કાયદામાં સુધાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી કમિશનર અને ઇન્ડસ્ટ્રીઝ એન્ડ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં મુખ્ય સચિવ રહી ચૂક્યા છે.

English summary
Why PM Narendra Modi preferred Gujarat cadre officers?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X