3 દિવસ પછી છે ચૂંટણી, ક્યાં છે ભાજપનો ચૂંટણી ઢંઢેરો?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ત્રણ દિવસ જ બાકી છે. આમ છતાં ભાજપ દ્વારા તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે ગત સોમવારે કોંગ્રેસ પણ તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. ત્યારે શું તેમ માની લેવું કે ભાજપને પોતાની જીત પર એટલો વિશ્વાસ છે કે તેને ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાની જરૂર નથી ? ઉલ્લેખનીય છે કે 2012માં પણ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પછી જ ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. અને આ વખતે પણ માનવામાં આવતું હતું કે કોંગ્રેસના ચૂંટણીના ઢંઢેરા પછી ભાજપ ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. વધુમાં 2012ની ચૂંટણીમાં પણ ભાજપે ચૂંટણીના 10 દિવસ પહેલા જ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો.

BJP

જો કે પાર્ટીના સુત્રોનું માનીએ તો ચૂંટણી ઢંઢેરો પાછલા લાંબા સમયથી તૈયાર થઇ રહ્યો છે. જો કે સુત્રોના આધારે તે પણ સાંભળવા મળ્યું છે કે ભાજપના નેતાઓને પીએમ મોદીની અપીલ પર વધુ વિશ્વાસ છે. અને તે ચૂંટણી ઢંઢેરાના બહાર પાડવામાં થઇ રહેલી વારના આ મુદ્દાને એટલા ગંભીરતાથી નથી લઇ રહ્યા. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ ભુપેન્દ્ર યાદવ જણાવ્યું છે કે ગુજરાત ભાજપ જલ્દી જ તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. ત્યારે જોવાનું તે રહે છે કે આ ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોથી લઇને દલિત સમાજના લોકો અને સુવર્ણો માટે કોઇ ખાસ સહાય બહાર આવે છે કેમ? સાથે જ ખેડૂતો અને રોજગારી મામલે શું ભાજપ કોઇ ખાસ યોજના લાવે છે કેમ તે પણ જોવું રહ્યું. જો કે હવે કોંગ્રેસ પછી ભાજપ પણ જલ્દી જ તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે તેમ મનાઇ રહ્યું છે.

English summary
why the BJP has not yet issued manifesto for gujarat assembly election 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.