શું SVPP પાર્ટીમાં જોડાશે હાર્દિક પટેલ? જીગરકુમાર કોઠિયાએ આમંત્રણ મોકલ્યું!
હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતાં હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે, માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તો બીજી બાજુ ભાજપના અમુક નેતાઓ હાર્દિક પટેલને પાર્ટીમાં નથી ઈચ્છતા તેવું જણાઈ રહ્યું છે. જ્યારે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પણ ચર્ચા થઈ રહી છે. આ બધા અંદાજાઓના પ્રવાહ વચ્ચે SVPP (સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીગરકુમાર કોઠિયાએ હાર્દિક પટેલને એસવીપીપીમાં જોડાવવા માટે આમંત્રણ મોકલ્યું છે.
SVPP એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના પ્રમુખ જીગરકુમાર કોઠિયાએ પત્ર લખીને હાર્દિક પટેલને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ મોકલ્યુ છે. જો કે હાર્દિક તરફથી મુદ્દે હજુ કોઈ પ્રતિક્રિયા મળી નથી. બીજી તરફ સવાલ એ પણ છે રે હાર્દિક આ પાર્ટીમાં જોડાશે કે કેમ?
અહીં તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પાટીદાર આંદોલન બાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. હાર્દિકે કોંગ્રેસમાં પોતાની ઉપેક્ષા થતી હોવાનું કહીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ છે અને મોટા આક્ષેપો કર્યા છે. હવે હાર્દિક કઈ બાજુ ચાલે છે તેના પણ તમામ પાર્ટી અને લોકોની નજર છે.