શાહરૂખ ખાન ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે?

અત્યાર સુધીમાં બહાર આવેલી ચર્ચાઓ અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રચાર માટે ભાજપ ચૂંટણીપ્રચાર માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અજય દેવગણ, જૅકી શ્રોફ, અમિતાભ બચ્ચન અને પ્રીતિ ઝિન્ટા જેવાં અનેક જાણીતાં કલાકારોને બોલાવી શકે છે.
ગુજરાતમાં ભાજપ માટે પ્રચાર કરવો ફિલ્મ સ્ટાર્સ માટે સરળ કામ છે અને તેથી તેઓ ઝડપથી તૈયાર થઈ જાય છે., પણ ગુજરાત આવીને નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં બોલવું અને કોંગ્રેસની તરફેણમાં કૅમ્પેન કરવા માટે બોલિવુડનો કોઈ ઍક્ટર તૈયાર નથી થતો. હવે આ જવાબદારી SRK સંભાળવાના છે.
કહેવામાં આવે છે કે નવેમ્બર મહિનાના અંતમાં કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં SRK ગુજરાતમાં કોંગ્રેસ વતી કૅમ્પેન કરવા આવવાનો છે. ગુજરાતમાં SRK સુરત અને અમદાવાદમાં રોડ શૉ કરશે. આ ઉપરાંત વડોદરા અને રાજકોટમાંથી કોઈ એક શહેરમાં રોડ શૉની વાત ચાલી રહી છે.
શાહરુખ ખાનને ગુજરાતમાં કૅમ્પેન માટે રાહુલ ગાંધીએ મનાવ્યો હોવાનું કહેવાય છે. રાહુલ ગાંધી અને શાહરુખ ખાન વચ્ચે દોસ્તી છે, જેને કારણે કિંગ ખાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જવા પણ તૈયાર થયો છે. અલબત, આ કૅમ્પેન તે દોસ્તી દાવે નથી કરવાનો. કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતાઓના કહેવા પ્રમાણે SRKને ત્રણ રોડ શો માટે આઠ આંકડાની રકમ ચૂકવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
