કોરોના ઓછો થ્યો ત્યાં ફરી પાછી ચૂંટણી યોજાશે?

રાજ્ય ચૂંટણીપંચે ચોમાસાની ઋતુ બાદ વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો પર મધ્યસત્ર ચૂંટણીઓ અને પેટા ચૂંટણી યોજવાનો અંગેનો પણ વિચાર કર્યો છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ (SEC) દ્વારા સોમવારના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય ચૂંટણીપંચે ચોમાસાની ઋતુ બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓખા નગરપાલિકા અને થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજવાનું આયોજન છે.

પેટા ચૂંટણી યોજવાનો અંગેનો પણ વિચાર કર્યો

રાજ્ય ચૂંટણીપંચે ચોમાસાની ઋતુ બાદ વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો પર મધ્યસત્ર ચૂંટણીઓ અને પેટા ચૂંટણી યોજવાનો અંગેનો પણ વિચાર કર્યો છે.

Will the election be held after the reduction of corona?

હાલમાં ચૂંટણી ન યોજવાનું યોગ્ય

ચૂંટણીપંચે જાહેર કરેલી સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું છે કે, ચૂંટણીપંચે કોરોના સંક્રમણની પરિસ્થિતિ, મોસમી રોગચાળો અને ભારે વરસાદની સંભાવનાને કારણે હાલમાં ચૂંટણી ન યોજવાનું યોગ્ય માન્યું છે. આ સાથે ઇલેક્શન કમિશને 30 જુલાઈએ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજીને આ આદેશ જારી કર્યો હતો.

કોરોના સંક્રમણને કારણે મુલતવી રાખવામાં આવી હતી ચૂંટણી

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી 18 એપ્રિલ, 2021ના રોજ યોજાવાની હતી, પરંતુ કોરોના સંક્રમણને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X