કેરળથી અનોખા સંકલ્પ સાથે આવેલા મુકબધિર યુવાનો પહોંચ્યા અ'વાદ

Subscribe to Oneindia News

કેરળ રાજ્યના ચાર મુકબધિર યુવકો બુલેટ ચલાવીને કેરળથી દિલ્હી જવા નીકળ્યા છે. જેમાં તે ગુજરાતના અમદાવાદ આવી પહોંચતા, મણિનગર ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મુકબધિર યુવકો, મુકબધિલ માણસોની સમસ્યાઓને વાચા આપવા માટે બુલેટ મોટરસાઈકલ ટૂર પર નીકળ્યા છે. અને દિલ્હીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રુબરુમાં મળવાનું પણ વિચારી રહ્યા છે. ત્યારે પોતાની ઋુટિઓને જ પોતાની તાકાત બનાવીને આ યુવાનાઓએ કેરળથી ગુજરાતના અમદાવાદ સુધી રોડ પ્રવાસ કર્યો હતો. અને દિલ્હી પણ આ જ રીતે તેઓ આગળ વધી રહ્યા છે.

bike

ત્યારે અમદાવાદના મણિનગર પહોંચેલા આ ચાર યુવાનાનું મણિનગરવાસીઓએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કેરળથી 17 દિવસ પહેલા નીકળેલા આ યુવાનાએ અમદાવાદની આગતા સ્વાગતા માણી હતી. અને જે બાદ તે તેમનો આગળનો પ્રવાસ કરવા માટે નીકળી પડ્યા હતા. નોંધનીય છે કે આ પહેલા ગુજરાતની કેટલીક મહિલાઓએ પણ આ જ રીતે બાઇક ચલાવી વિશ્વ ભ્રમણની યાત્રા કરી હતી. ત્યારે આ યુવકોએ ગાંધીઆશ્રમની પણ મુલાકાત લીધી હતી.

English summary
With Special cause motorbikers start their journey from kerala to Delhi. Read more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.