For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેબિનેટ મંત્રી પર મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ, પતિએ કહ્યું - ડરના કારણે ઘર છોડી દીધું

ગુજરાતના ગ્રામીણ વિકાસ મંત્રી અને મહેમદાવાદના ભાજપના ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ પર એક મહિલા પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેનાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 ઓગસ્ટ : ગુજરાતના ગ્રામીણ વિકાસ મંત્રી અને મહેમદાવાદના ભાજપના ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ પર એક મહિલા પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેનાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. પીડિતાનો આરોપ છે કે, બળાત્કાર બાદ ચૌહાણે તેને ગેરકાયદેસર રીતે બંધક બનાવી હતી. આ અંગે લાદરવાસ ગામના પૂર્વ સરપંચે ડીએસપીને ફરિયાદ પત્ર આપ્યો છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ હાલના ગ્રામીણ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે તેમની પત્નીને ગેરકાયદેસર રીતે કેદ કરી હતી. ત્યાર બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મંત્રીએ પોતાની હવસ પૂરી કરવા સત્તાનો ઉપયોગ કરીને તેમની સાથે ખોટા કામો કર્યા છે. ફરિયાદીએ વધુમાં દાવો કર્યો હતો કે, તેની પત્ની મંત્રીના ડરથી ઘર છોડીને જતી રહી હતી.

અન્ય પ્રભાવશાળી લોકો સાથે સુવા માટે પણ ફરજ પડાઇ

અન્ય પ્રભાવશાળી લોકો સાથે સુવા માટે પણ ફરજ પડાઇ

ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, આ બળાત્કારની ઘટનાઓ 2015 થી 2021 વચ્ચે બની હતી. જ્યારે કોરોનાને કારણે લોકડાઉન લાગુ કરવામાંઆવ્યું ત્યારે મંત્રીએ મહિલાને એક જગ્યાએ બંધ કરી દીધી હતી. તેણીને મીટિંગના નામે અનેક જગ્યાએ બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઉપરાંત તત્કાલિન જિલ્લા પ્રમુખ પણ અન્ય પ્રભાવશાળી લોકો સાથે સુવા માટે દબાણ કરતા હતા. આવા સમયે, જ્યારે મીડિયાએ આઆરોપો પર મંત્રી પાસેથી તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમનો સંપર્ક થઈ શક્યો નહીં.

એસએસપીએ આ વાત કહી

એસએસપીએ આ વાત કહી

આ ઘટના અંગે ખેડા એસએસપીએ જણાવ્યું કે, અમને મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામમાં રહેતા એક વ્યક્તિ તરફથી ફરિયાદ પત્રમળ્યો છે. પોલીસ પહેલા ફરિયાદીની પત્ની પર બળાત્કાર અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના આરોપો અંગે પ્રાથમિક તપાસ કરશે. જોઆરોપો સાચા જણાશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

ટીએમસીએ સરકાર પર સાધ્યું નિશાન

આ ઘટના બાદ TMCએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મહિલાઓની સુરક્ષાને સફળતાપૂર્વક સુનિશ્ચિત કરવાના તમારા ઊંચા દાવાઓ હવે ક્યાં છે? આ તમારા જ ઘરમાં (ગુજરાત) થઈ રહ્યું છે.

English summary
Woman accuses cabinet minister of rape, husband says - left home due to fear
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X