અમદાવાદમાં પતિની વિરુદ્ધના કેસમાં મહિલા જજ સામે કપડાં ઉતાર્યા

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ કોર્ટમાં પોતાની વાત રાખવા માટે મહિલાએ તેવો રસ્તો અપનાવ્યો જેની ભાગ્યેજ કોઇને આશા હતી. મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ચાલી રહેલા કેસની સુનવણી દરમિયાન જ રોષે ભરાઇ ન્યાય માંગવા માટે લોકો અને જજની સામે કપડા ઉતારવા લાગી.

વાત એમ બની કે જિલ્લા કોર્ટમાં એક મહિલા તે સમયે પોતાનો આપો ખોઇ બેઠી જ્યારે કોર્ટમાં તેનો કેસ ચાલી રહ્યો હતો. મહિલાએ આ કેસની ધીમી ઝડપની સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આ અંતિમ પગલું લેવાનો વિચાર કર્યો.

ahmedabad

નોંધનીય છે કે આ મહિલાએ તેના પતિ વિરુદ્ધ એક કેસ દાખલ કરાયો હતો. જે મુજબ તેનો પતિ તેની પુત્રી સાથે અશ્લીલ હરકતો કરતો હતો. મહિલાનો આરોપ હતો કે પાછલા એક વર્ષથી કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે તેમ છતાં કોર્ટ પતિ સામે તેને સુરક્ષા આપવામાં અક્ષમ રહી છે.

આરોપી પતિ આ કિસ્સા પછી દિલ્હી જતો રહ્યો છે. તેની પર પોસ્કો એક્ટ હેઠળ મામલો ચાલી રહ્યો છે. જો કે મહિલાના કપડાં ઉતારતા જ ત્યાં હાજર મહિલા ગાર્ડ અને વકીલોએ પોતાના દુપટ્ટાથી તેની ઢાંકી હતી. વધુમાં કોર્ટમાં ચાલી રહેલું વીડિયો રેકોર્ડિંગ પણ રોકાવ્યું હતું. જો કે તે બાદ મહિલા અને તેના વકીલને રજિસ્ટ્રર પાસે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેણે માફીનામું આપી, વિશ્વાસ અપાવ્યો હતો કે આવનારા સમયમાં તે કોર્ટની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ નહીં કરે.

English summary
Women protest nude in the court against the sluggish proceeding. Later women apologised to the authority not to do such activity in future.
Please Wait while comments are loading...