સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર હોલ ખાતે નારી સંમેલન યોજાયુ!
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, વડોદરાના સંયુક્ત ઉપક્રમે સાવલી તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિર હોલ ખાતે મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવાના હેતુથી 'નારી સંમેલન' યોજવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં આઈ. સી. ડી. એસ. સાવલી દ્વારા નવતર પહેલ રૂપે "વોલ ઑફ પ્લેજ " બનાવીને ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને સાવલીના નગરજનો દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટે સ્વ યોગદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સેલ્ફી કોર્નર થકી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ, સાયબર ક્રાઇમ, સમાજ સુરક્ષા ખાતા હેઠળની યોજનાઓ, નારી અદાલત દ્વારા કાયદાની સમજ, મહિલાને અભયમ ૧૮૧ તેમજ ઘરેલુ હિંસા તથા બાળ લગ્ન પ્રતિબંધ અંગેની મહત્વની માહિતી સમજૂતી સાથે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન કાંતા પરમાર, વડોદરા ઝોનના નાયબ નિયામક નેહા કંથારીયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવીબેન ચૌહાણ,બાળ વિકાસ યોજના અધિકારી ધરાબેન જોષી, સાવલી પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. એ.આર. મહિડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ મહિલા વિષયક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Click it and Unblock the Notifications