વલસાડ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ!

રાજ્યભરમાં ઉજવાઇ રહેલા નારી વંદન ઉત્સવના પાંચમા દિવસે “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી હતી.

રાજ્યભરમાં ઉજવાઇ રહેલા નારી વંદન ઉત્સવના પાંચમા દિવસે “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના રાજીવ ગાંધી સભાગૃહ ખાતે જિલ્લા સ્થાનિક ફરિયાદ સમિતિના અધ્યક્ષ અર્ચના દેસાઈ હાજર રહ્યા હતા.

Valsad

“મહિલા કર્મયોગી દિવસ” વિશે પ્રાસંગિક ઉદ્દ્બોધન કરી કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અંગે અધિનિયમ-2013 વિશે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ અર્ચના દેસાઈએ મહિલા કર્મયોગી દિવસની ઉજવણી વિશે સમજ આપી હતી. પારિવારિક અને કામકાજ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું એના વિશે સમજ આપવામાં આવી. માનસિક તણાવ વિશે સમજ આપી હતી. કર્મયોગી દિવસની વ્યાખ્યા આપી કર્મયોગી દિવસ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને લિગલ ટીમ દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પ્રતિકાર ફિલ્મ નિહાળી હતી.

તો અન્ય એક મહિલા સન્માન કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી બદલ વિવિધ ક્ષેત્રે કાઠુ કાઢનાર 11 મહિલાઓનું સન્માન કરાયું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ૩ મહિલા સરપંચશ્રીઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા સફળ ખેતીવાડીની કામગીરી માટે ૩ અને જિલ્લાના શ્રેષ્ઠ મહિલા પશુપાલક તરીકે ૩ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક ક્ષેત્રે સારી કામગીરી કરનાર 2 બહેનોને સન્માનિત કરાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X